આણંદ : ‘અમુલમાં ઉત્પાદકને વધારે પૈસા મળે છે અને કન્ઝ્યુમર્સને ઓછા ભાવે માલ મળે છે. આ સૌથી સારી સપ્લાય ચેઇન છે, જેમાં માલિક પોતે ઉત્પાદક છે. દેશના પશુપાલકોને 70 ટકા જેટલું વળતર મળે છે, જ્યારે બીજા દેશમાં તેનો ત્રીજાભાગનું જ મળે છે. આ એક જ સ્ટ્રેટેજિકના કારણે આ બદલાવ આવ્યો છે. અમૂલ એક બેઝીક સ્ટ્રેટેજિક પ્રમાણે ચાલુ કરવામાં આવી છે. વેલ્યુ ફોન મેની, વેલ્યુ ફોર મની. અમૂલનો વિકાસ આ બેઝીક સ્ટ્રેટેજિકના કારણે થયો છે. હું છેલ્લા 41 વર્ષથી આ કંપનીમાં કામ કરું છું. જેમાં આ સ્ટ્રેટજીમાં કોઇ બદલાવ કરવામાં આવ્યો નથી.’ તેમ જીસીએમએમએફના મેનેજીંગ ડિરેક્ટર આર.એસ. સોઢીએ બુધવારના રોજ ઇરમા ખાતે સ્ટ્રેટેજિક મેનેજમેન્ટના વાર્ષિક સંમેલનમાં જણાવ્યું હતું.
વિશ્વભરમાં અમુલ મોડલના વિખ્યાત છે, તેની સફળતા અંગે રહેલી ખાસ સ્ટ્રેટેજિક અંગે આર.એસ. સોઢીએ જણાવ્યું હતું કે, 2010માં મોટો બદલાવ કરવામાં આવ્યો હતો. દૂધની માંગ વધતાં તેની અછત ઉભી થઈ હતી. તે સમયે ફક્ત ગુજરાતમાંથી પશુપાલકો પાસેથી દૂધ લેવામાં આવતું હતું. તેની જગ્યાએ બીજા રાજ્યમાંથી દૂધ લેવાની શરૂઆત કરવામાં આવી હતી. બીજો બદલાવ 2013-14માં થ્રી-ઇ લાવવામાં આવ્યો હતો. જેમાં ઉત્પાદન, પ્રોસેસીંગ અને માર્કેટીંગમાં વિસ્તાર કરવામાં આવ્યો હતો. કોરોના સમયે એક જ મહત્વ સ્ટ્રેટેજી ઉપયોગમાં લેવામાં આવી હતી.
જે હતી કોમ્યુનિકેશન. જેમાં પશુપાલક સાથે વાતચીત કરી તેમાં જણાવ્યું હતું કે, તેમને જેટલો ભાવ મળે છે, તેટલો જ મળશે અને તેનું દૂધ ખરીદવામાં આવશે. બાદમાં પ્રોડક્શન લેવલે કામદારોને તમામ સુવિધા આપવાની ખાતરી આપી હતી. બદલામાં તેમણે કંપનીમાં આવીને કામ કરવું પડશે. તેમજ સપ્લાય ચેઇનવાળા સાથે વાતચીત કરીને ટ્રાન્સપોર્ટેશન ચાલુ રાખવામાં આવ્યું હતું. આ ઉપરાંત ઉચ્ચ અધિકારીઓ સાથે વાતચીત કરી જરૂરી દસ્તાવેજો પણ બનાવી આપવામાં આવતાં હતાં. સૌથી મહત્વનું કોમ્યુનિકેશન ગ્રાહકો સાથે કરવામાં આવ્યું હતું.
તેમાં તે સમયે જાહેરખબર ડબલ કરી દેવામાં આવી હતી. કોઇ પણ પડકારજનક સ્થિતિમાં ફક્ત એક સારી સ્ટ્રેટેજીની મદદથી તમે તમારું કામ ચાલુ રાખી શકો છે. સમયે સમયે સ્ટ્રેટેજી બદલાવી જોઈએ. પરંતુ લક્ષ્ય બદલાવું જોઈએ નહીં. સૌથી સારી સ્ટ્રેટજી છે. સ્થાનિક ઉત્પાદનનો ઉપયોગ કરવો. મુળ વાત એમ છે કે સ્ટ્રેટેજીનો વિચાર જમીન પરની મુળ જરુરીયાતમાંથી આવે છે. જેના ઉપર અમુલ આગ વધ્યું છે.
આ પ્રસંગે પ્રો. ક્રિષ્નકુમારે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને ઘણી બધી વસ્તુઓ ભણાવામાં આવતી નથી. જેવી કે પહેલા વર્ષમાં જ તેને ક્યા ફિલ્ડમાં જવું છે તે નક્કી કરી લેવું જોઈએ. સાથોસાથ શા માટે જવું છે ? તે પણ નક્કી કરી લેવું જોઈએ. બાદમાં તે પ્રમાણેના વિષયો ભણવા જોઈએ અને આગળ પણ તે પ્રમાણે કામ કરવું જોઈએ. વિદ્યાર્થીઓમાં નવા વિચારો આવવા જોઈએ. આ ઉપરાંત નાગપુર આઈઆઈએમના ડિરેક્ટર અને ચેરપર્સન એસએમએફના પ્રો. ભીમરાયા મેત્રીએ જણાવ્યું હતું કે, આવનારો યુગ ગતિશીલ હશે.
દસ વર્ષ પહેલા બુક વર્લ્ડ હતું. હવે ફીઝીકલ સાથે ડિઝીટલ દુનિયા બની છે. દુનિયામાં બદલાવ આવી રહ્યો છે અને આ બદલાવ નવી સ્ટ્રેરેજી માંગી રહી છે. નવી સોચ નવુ શીખવાનું માંગ વધશે. જે સ્ટ્રેરેજી ગઇકાલે કામ કરતી હતી. તે આવતી કાલે કામ નહીં કરે. આજની બદલાતી અને અનિશ્ચિતતા ભરી દુનીયામાં જલ્દી શીખવું ખુબ જરુરી છે કે ઝડપથી શીખો, ઝડપથી સ્ટ્રેરેજી બનાવવી.
આણંદ સ્થિત ઇન્સ્ટિટ્યુટ ઓફ રુરલ મેનેજમેન્ટ (ઇરમા)એ આજે સ્ટ્રેટેજિક મેનેજમેન્ટ ફોરમના 24મા વાર્ષિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જીસીએમએમએફના એમડી ડો. આર.એસ. સોઢી, નાગપુર આઈઆઈએમના ડિરેક્ટર અને ચેરપર્સન એસએમએફના પ્રો. ભીમરાયા મેત્રી, પ્રો. અરુણાદિત્ય સહાય, કેનેરા બેન્કના ડીજીએમ અમિત મિત્તલ, ઇરમાના ડિરેક્ટર ડો. ઉમાકાંત દાસ વિગેરે હાજર રહ્યાં હતાં. આ પ્રસંગે ડો. ઉમાકાંત દાસે સ્વાગત પ્રવચન કર્યું હતું.