અમૃતસર: માત્ર કેક (birthday case) લગાવાના મુદ્દે પંજાબ (Punjab)ના અમૃતસર (Amritsar)માં બુધવારે ફાયરિંગ (firing) થયું હતું. કમનસીબીની વાત છે કે આ ફાયરિંગમાં બે મિત્રો (friends)ના જ મોત (death) થયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કેટલાક મિત્રો મજીથા રોડ પર સ્થિત એક ખાનગી હોટલ (private hotel)માં જન્મદિવસ ઉજવી (celebration) રહ્યા હતા ત્યારે ઝઘડો થયો હતો. આ દરમિયાન ફાયરિંગ થયું, જેના કારણે બે યુવાનોના મોત થયા. હાલ તો પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી સાથે હવે લોકોમાં સહિષ્ણુતાનો અભાવ વર્તાય રહ્યો છે. જેમાં એક તરફ અફઘાનિસ્તાનની પરિસ્થિતિથી દરેક લોકો વાકેફ છે, ત્યાં જ વિવિધ ગુનાના સ્તરમાં પણ વધારો દર્શાવતા કિસ્સા સામે આવી રહ્યા છે, જેમાં મિત્રો દ્વારા જ ફાયરિંગ કરી જન્મ દિવસની ઉજવણી મરણદિવસમાં પરિણમી હોવાની દુઃખદ ઘટના પ્રકાશમાં આવી છે. પોલીસે જણાવ્યું કે મૃતકોની ઓળખ અમૃતસરના મુનીશ શર્મા અને વિક્રમ સિંહ તરીકે થઈ છે, જ્યારે સુલતાનવિંદ વિસ્તારમાં રહેતો આરોપી મણિ ઢીલ્લોન ફરાર છે.
પોલીસે જણાવ્યું હતું કે આ ઘટના સાંજે 6.45 વાગ્યે બની હતી, જ્યારે ઓછામાં ઓછા બે ડઝન યુવકો મજીથા રોડ પર આવેલી હોટલમાં તરુણપ્રીત સિંહનો જન્મદિવસ ઉજવી રહ્યા હતા. એડિશનલ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (સિટી -2) સંદીપ મલિકે જણાવ્યું હતું કે, “હોટલ સ્ટાફના જણાવ્યા અનુસાર, કેક લગાવા પર મહેમાનો વચ્ચે ઝપાઝપી થઈ હતી, થોડીવાર પછી મણિ ઢીલ્લોને તેની પિસ્તોલ કાઢી ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં લગભગ 5 રાઉન્ડ ફાયર કર્યા હતા દરમિયાન ગોળીઓ મુનીશ અને વિક્રમને વાગી ગઈ હતી. મુનીશનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જયારે વિક્રમનું હોસ્પિટલમાં મોત થયું હતું.
અમૃતસર પોલીસે બે કાર જપ્ત કરી છે અને પાર્ટીમાં હાજર પાંચ લોકોની ધરપકડ કરી છે. તેમણે કહ્યું કે આરોપી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવશે. પોલીસે હોટલની અંદર અને બહાર લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ એકત્ર કર્યા હતા. પોલીસે જણાવ્યું કે, પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે ભોગ બનનાર અને આરોપીઓ વચ્ચે કોઈ જૂની અદાવત નથી, અમે આરોપીઓના રેકોર્ડમાંથી પસાર થઈ રહ્યા છીએ.