National

અમૃતપાલ સિંહ હોશિયારપુરથી ભાગી જવાની ઘટનાના સંદર્ભમાં પંજાબ પોલીસે NRIની ધરપકડ કરી

પંજાબ પોલીસે (Punjab Police) ફગવાડા પાસે એક એનઆરઆઈની (NRI) ધરપકડ કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર અમૃતપાલ સિંહ હોશિયારપુરથી ભાગી જવાની ઘટનાના સંદર્ભમાં એનઆરઆઈની ધરપકડ કરવામાં આવી છે. પંજાબ પોલીસે 18 માર્ચે અમૃતપાલ (AmrutPal) અને તેના સાથીદારો સામે કાર્યવાહી શરૂ કરી ત્યારથી અમૃતપાલ સિંહ ફરાર છે. અમૃતપાલને છેલ્લે 28 માર્ચે હોશિયારપુરના મારણિયા ગામમાં શોધી કાઢવામાં આવ્યો હતો. જોકે તેના ભાગી છૂટ્યા બાદ હોશિયારપુર પોલીસ તેને પકડવા માટે સતત સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.

પોલીસે જસવિન્દર સિંહ પાંગલી નામના એક એનઆરઆઈની ધરપકડ કરી છે જે ફગવાડા પાસેના જગતપુર જટ્ટા ગામનો રહેવાસી હોવાનું કહેવાય છે. અમૃતપાલના મારણિયા ગામમાંથી ભાગ્યા બાદ પંજાબ પોલીસ દ્વારા આ પહેલી ધરપકડ છે. આ કેસમાં પોલીસે અન્ય કેટલાક લોકોને પણ કસ્ટડીમાં લીધા છે અને તેમની સઘન તપાસ હાથ ધરી હોવાનું પણ જાણવા મળે છે. તેઓને અમૃતપાલ સિંહ અને તેના સાથી પપલ પ્રીત સિંહ વિરુદ્ધ પણ કેટલાક નિર્ણાયક પુરાવા મળ્યા છે જે પણ મારણિયા ગામમાંથી ભાગી ગયો હતો. મળતી માહિતી મુજબ, પોલીસ આગામી દિવસોમાં કેટલાક મોટા ખુલાસા કરી શકે છે.

આ સમગ્ર મામલો જગતપુર જટ્ટા ગામમાં યોજાયેલી ડ્રગ સંબંધિત એક સભા સાથે જોડવામાં આવી રહ્યો છે અને તે સભામાં કોણ હાજર હતું તેની પોલીસ દ્વારા સતત પૂછપરછ કરવામાં આવી રહી છે. અમૃતપાલ સિંહ અને તેનો સાથી પપલપ્રીત સિંહ 28 માર્ચે રાત્રે 8:00 વાગ્યાની આસપાસ મારણિયા ગામમાંથી ભાગી ગયા હતા. દરમિયાન 22 દિવસ પછી પણ અમૃતપાલ સિંહને પકડવામાં નિષ્ફળતાએ પંજાબ પોલીસની વિશ્વસનીયતા પર સવાલો ઊભા કર્યા છે. 28 માર્ચે અલગતાવાદી નેતાના ભાગી જવાથી પંજાબ પોલીસની સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે.

Most Popular

To Top