National

અમૃતસરના ગોલ્ડન ટેમ્પલમાં ખાલિસ્તાન સમર્થકો એકત્ર થયા, ભિંડરવાલાના સમર્થનમાં નારા લગાવ્યા

પંજાબ: અમૃતસરના (Amritsar) ગોલ્ડન ટેમ્પલમાં (Golden Temple) થયેલા ઓપરેશન બ્લૂ સ્ટારને (Operation Blue Star) આજે 39 વર્ષ પૂર્ણ થયા છે. આ દિવસની ઉજવણી માટે ખાલિસ્તાની સમર્થકો ગોલ્ડન ટેમ્પલમાં ભેગા થયા હતા અને જનરલ સિંહ ભિંડરવાલાના સમર્થનમાં નારા લગાવ્યા હતા. ઉપરાંત ભિંડરવાલાના ફોટોવાળા પોસ્ટરો (Poster) પણ લગાવવામાં આવ્યા હતા. આ ઉજવણી દર વર્ષે કરવામાં આવે છે. આ દિવસની ઉજવણીમાં શ્રી હરમંદિર સાહિબ સ્થિત શ્રી અકાલ તખ્ત સાહિબ ખાતે બારસી સમાગમનું આયોજન કરવામાં આવ્યું છે. સુવર્ણ મંદિરમાં ભારે ભીડ ઉમટી પડી હતી. આ દરમિયાન ખાલિસ્તાનના નારા લગાવવામાં આવ્યા હતા અને પોસ્ટર લહેરાવવામાં આવ્યા હતા.

ઓપરેશન બ્લૂ સ્ટારની ઉજવણીના કારણે ગોલ્ડન ટેમ્પલની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ સાથે સમગ્ર પંજાબમાં કાયદો અને વ્યવસ્થા ન બગડે તે માટે પોલીસને એલર્ટ કરી દેવામાં આવી છે. પોલીસ પણ એકશન મોડમાં આવી ગઈ છે. અમૃતસરમાં 3500 જવાન તૈનાત કરવામાં આવ્યા છે. આ સાથે શ્રી હરમંદિર સાહેબની આસપાસ અને તે તરફ જતા તમામ રસ્તાઓ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

શું છે ઓપરેશન બ્લુ સ્ટાર?
70 અને 80ના દાયકામાં અલગ ‘ખાલિસ્તાન’ બનાવવાની માગે જોર પકડી હતી. જેના કારણે તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ ઓપરેશન બ્લૂ સ્ટારનો નિર્ણય લીધો હતો. તેની શરૂઆત 1 જૂન, 1984ના રોજ થઈ હતી. 3 જૂનના રોજ ભારતીય સેના અમૃતસરમાં પ્રવેશી અને ગોલ્ડન ટેમ્પલને ઘેરી લેવામાં આવ્યું હતું. સાંજ સુધી કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. 4 જૂને સેનાએ ગોળીબાર શરૂ કર્યો હતો જેથી ઉગ્રવાદીઓ પાસેના હથિયારોનો અંદાજ લગાવી શકાય. સાંજ સુધીમાં ઈન્દિરા ગાંધીએ સૈન્યને ગોલ્ડન ટેમ્પલના પરિસરમાં પ્રવેશવા અને ઓપરેશન બ્લૂ સ્ટાર શરૂ કરવાનો આદેશ આપ્યો હતો.

આ ઓપરેશનમાં જરનૈલ સિંહ ભિંડરવાલા અને તેના ઘણાં સાથીઓ માર્યા ગયા હતા. ભિંડરવાલાને શિખ સમૂદાયનો મોટો વર્ગ સંત માનતા જેના કારણે આ સમૂદાયમાં રોષનો માહોલ છવાયો હતો. જાણકારી મુજબ આ પછી ઈન્દિરા ગાંધીના હત્યારાઓએ આ ઘટનાનો બદલો લેવા માટે તેમને ગોળી મારી દીધી હતી.

Most Popular

To Top