SURAT : અમરેલી ( AMRELI) જિલ્લામાં રેલ વ્યવહાર સંપુર્ણ બંધ છે. ત્યારે સુરત, મુંબઇ, અમદાવાદ જેવા શહેરોમાં જવા માટે ખાનગી લકઝરી બસો જ એક માત્ર મોટું માધ્યમ છે. પરંતુ બસ માલિકો દ્વારા સમયસર ટેકસ ભરાતો નહીં હોવાથી અમરેલી આરટીઓએ જુદીજુદી ચેકિંગ ટુકડીઓ બનાવી મધરાતે જ તમામ મુખ્ય માર્ગો પર ચેકીંગ હાથ ધર્યુ હતું અને સવાર સુધીમા 37 બસો સામે ટેકસ વસુલવા માટેની કાર્યવાહી કરાઇ હતી. જે પૈકી 12 બસો ડિટેઇન (DETAIN) કરાઇ હતી.
અમરેલીના એઆરટીઓ ( RTO) આઇ.એસ.ટાંક ઉપરાંત આરટીઓ પી.આર.પઢીયાર, એસ.બી.મોઢ, બી.પી.પટેલ, આસિસ્ટન્ટ ઇન્સ્પેકટર એમ.એન.ઠુમ્મર વિગેરે અધિકારીઓએ જુદીજુદી ટુકડીઓ બનાવી મધરાતથી જ આ ચેકિંગ ઝુંબેશ શરૂ કરી હતી. સામાન્ય રીતે દરેક મહિનાના પ્રથમ સપ્તાહમાં ખાનગી લકઝરીના ચાલકો ટેકસ ભરતા હોય છે. પરંતુ હાલમાં અનેક બસ માલિકો ટેકસ ભરવાનું ટાળી રહ્યાં છે. કોરોના કાળ દરમિયાન બસ ચાલકોને અનેક પ્રકારની રાહતો પણ મળી હતી. જો કે, હવે કોઇ વિશેષ રાહત નથી.
આમ પણ અમરેલી જિલ્લામાંથી સુરત, મુંબઇ અને અમદાવાદ જેવા શહેરોમા જવા માટે લોકો મોટાભાગે ખાનગી લકઝરી બસોનો ઉપયોગ કરે છે. હાલમા એસટી સેવા તો મહદઅંશે પુર્વવત થઇ છે. પરંતુ ટ્રેન સેવા ઠપ્પ છે. જેથી ખાનગી બસોનો માેટા પ્રમાણમા લોકો ઉપયોગ કરી રહ્યાં છે.મધરાતે અને વહેલી સવારે આરટીઓની જુદીજુદી ટુકડીઓ ઢસા ચાવંડ રોડ પર ગાેઠવાઇ હતી. અનેઆ શહેરોમાથી આવી રહેલી ખાનગી બસોને અટકાવી ચેકીંગ કર્યુ હતુ. એકબીજાને સંદેશાઓ મળતા પાછળ આવતી બસો અન્ય રૂટ પર ડાયવર્ટ થઇ હતી. પરંતુ ચેકીંગ ટુકડીઓ અન્ય રૂટ પર પણ ગોઠવાઇ ગઇ હતી. જુદીજુદી 37 ખાનગી બસોને ટેકસ ( TEX) વસુલ કરવા મેમો પકડાવાયો હતો. 12 બસો ડિટેઇન (DETAIN) કરી દેવામા આવી હતી. મોટાભાગની ખાનગી લકઝરી બસો વહેલી સવારે ઢસા ચાવંડ માર્ગ પરથી અમરેલી જિલ્લામા પ્રવેશે છે. ચેકીંગની ખબર મળતા અનેક ચાલકોએ રૂટ ડાયવર્ટ કર્યા હતા. પરંતુ ચેકીંગ ટુકડીઓએ અન્ય માર્ગ પર પણ અડ્ડો જમાવી દીધો હતો.
હાલ કોરોના મહામારીના કારણે લાગેલા લોકડાઉનમાં ટ્રાવેલિંગ ધંધાઓ ઠપ્પ થઈ ગયા હતા.રેલ અને બસ સેવાઓ શરૂ ન થતાં લોકો હવે ખાનગી બસો તરફ વળ્યા છે જેના કારણે ખાનગી બસ માલિકો પર આરટીઓ દ્વારા તવાઈ થઈ હતી.