ભરૂચ: આમોદ (Amoad) નગરપાલિકા (Municipality) વિસ્તારમાં આવેલી અનેક મિલકતોનો લાખો રૂપિયાનો વેરો બાકી પડતો હોવાથી આમોદ પાલિકા તંત્ર એક્શન મોડમાં આવ્યું હતું અને મુખ્ય અધિકારીની સૂચનાથી આમોદ પાલિકાના ટેક્સ (Tax) ઈન્સ્પેક્ટર નરેશ પંડ્યાએ તેમની ટીમ સાથે બાકી વેરાધારકોની પાણી કનેક્શન કાપી નાંખી સીલ કરવાની કડક કાર્યવાહી કરી હતી. આમોદમાં ગત ગુરુવારે ગરાસિયા વાડ, દરબાર રોડ, વાટાખાટકી વાડ, અપનાનગર, મારૂવાસ સહિતના વિસ્તારોમાં 12થી વધુ પાણીનાં કનેક્શન કાપી નાંખ્યાં હતાં. જ્યારે શુક્રવારે વોર્ડ નં.૬માં ચુનારવાડ, મચ્છીમાર્કેટ, સ્ટેશન રોડ વિસ્તારમાં 16 જેટલાં પાણીનાં કનેક્શન કાપી સીલ કર્યાં હતાં. આમ, આમોદ પાલિકાએ બે દિવસમાં કુલ ૨૮ કનેક્શન કાપી કડક કાર્યવાહી કરી 60 હજારની વેરા વસૂલાત કરી હતી.
- ટ્રાફિક સમસ્યાને લઈ સ્થાનિકો તોબા પોકારી ઊઠ્યા
- અમુક નેતાઓએ દખલગીરી કરી જે-તે સમયે મામલો
- થાળે પાડ્યો હતો, પણ થોડાક સમય પછી જૈસે થે
અત્રે ઉલ્લેખનીય છે કે, આમોદ નગરપાલિકા વિસ્તારમાં અનેક લોકોનો વેરો બાકી પડતો હોવાથી પાલિકાના મુખ્ય અધિકારીની સૂચનાથી પાણી કનેક્શન કાપવાની શરૂઆત કરતાં બાકી વેરા ધારકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. બાકી વેરા ધારકોનાં નળ કનેક્શન કપાતાં પાલિકામાં વેરો ભરપાઈ કરવા માટે દોડધામ લગાવી હતી.
શાકભાજી વિક્રેતાઓ સાથે બબાલનો અંત ન આવતાં મામલો ગાંધીનગર પહોંચ્યો
વ્યારા: વ્યારા ટાઉનમાં કુંભારવાડ વિસ્તારમાં વર્ષોથી ધંધો કરતા શાકભાજી માર્કેટનાં છૂટક વિક્રેતાઓ સાથે સ્થાનિકોની છેલ્લા ઘણા સમયથી બબાલ ચાલી રહી છે. આ બબાલમાં અમુક સ્થાનિક નેતાઓએ વચ્ચે દખલગીરી કરી જે-તે સમય મામલો થાળે પાડ્યો હતો. પણ થોડાક સમય પછી જૈસે થેની સ્થિતિ સર્જાતાં ટ્રાફિક સમસ્યાને લઈ સ્થાનિકો તોબા પોકારી ઊઠ્યા છે. આ શાકભાજી માર્કેટને હટાવવા સ્થાનિક કક્ષાએ રજૂઆતો કરવા છતાં તેનો કોઇ નિવેડો ન આવતાં અંતે આ દબાણનો મામલો ગાંધીનગર પહોંચ્યો છે.
સ્થાનિકો દ્વારા અવારનવાર વ્યારા ચીફ ઓફિસર ને કરાઈ રજૂઆત
કુંભારવાડ વિસ્તારમાં ટ્રાફિકને અડચણરૂપ શાકભાજી માર્કેટને હટાવવા પ્રજાપતિ સમાજના યુવા પ્રમુખ નરેન પ્રજાપતિએ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. તેઓએ જણાવ્યું હતું કે, વ્યારા નગરના કુંભારવાડ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી જાહેર રસ્તાની બાજુમાં શાકભાજી વિક્રેતા દ્વારા પાથરણા પાથરીને બેસી ગયા છે. તેથી અહીંના સ્થાનિક રહીશોને અવરજવર કરવામાં ઘણી તકલીફનો સામનો કરવો પડે છે. શાકભાજી વિક્રેતાઓ સાથે પણ અવારનવાર ઘર્ષણમાં ઊતરવું પડે છે. કેટલીક વખત તો ઝઘડા પણ થાય છે. ભૂતકાળમાં આ બાબતે સ્થાનિકો દ્વારા અવારનવાર વ્યારા નગરપાલિકા ચીફ ઓફિસર, નગર પાલિકા પ્રમુખ, કારોબારી અધ્યક્ષ, પ્રાંત ઓફિસર, કલેક્ટરને છેલ્લાં 5 વર્ષથી રજૂઆતો કરીને થાકી ગયા છે. વ્યારા નગરપાલિકા દ્વારા આ બાબતમાં સામાન્ય સભામાં ૨ વખત ઠરાવ પણ થયા છે.
પરંતુ વ્યારા નગરપાલિકા દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. ભૂતકાળમાં વ્યારા મામલતદાર પદ પર હતા ત્યારે વ્યારા નગરપાલિકામાં મીટિંગ થઇ હતી.