મુંબઈ: સદીના મહાનાયક અમિતાભ બચ્ચનો(Amitabh Bachchan) જાદુ આજે પણ દર્શકો (audience) પર છવાયેલો છે અને તેનું તાજું ઉદાહરણ હાલ રિલીઝ (latest released) થયેલી ફિલ્મ (film) ‘ઊંચાઈ’એ (Uunchai) કરેલી કમાણી પરથી લગાવી શકાય છે. આ શુક્રવારે (Friday) બોક્સ ઓફિસ (Box office) પર ત્રણ મોટી ફિલ્મો રિલીઝ થઈ છે. અમિતાભ બચ્ચનની ઊંચાઈ, સામંથા રૂથ પ્રભુની (Samantha Ruth Prabhu) યશોદા (Yashoda) અને હોલીવુડની (hollywood) ફિલ્મ બ્લેક પેન્થર – વકાંડા ફોરએવર (Black Panther: Wakanda Forever). આ ત્રણેય ફિલ્મો બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. કમાણીના મામલે ઊંચાઈ અને યશોદા વચ્ચે જોરદાર હરીફાઈ (competition) ચાલી રહી છે જયારે હૉલીવૂડની વકાંડા ફોરએવર કરોડોની કમાણી કરી રહ્યું છે. તો ચાલો જાણીએ કે આ બધી ફિલ્મોએ રવિવારે બોક્સ ઓફિસ પર કેટલાની કમાણી કરી (Sunday Box office collection).
ઊંચાઈ
મર્યાદિત સ્ક્રીનો પર રિલીઝ કરાયેલી આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, અનુપમ ખેર અને બોમન ઈરાની મુખ્ય ભૂમિકામાં છે. મલ્ટીસ્ટારર ફિલ્મ ‘ઊંચાઈ’ સિનેમાઘરોમાં સારી કમાણી કરી રહી છે. ફિલ્મે પહેલા દિવસે 1.81 કરોડનું કલેક્શન કર્યું હતું. ફિલ્મે પહેલા દિવસે 1.81 કરોડનું કલેક્શન કર્યું હતું. બીજા દિવસે ફિલ્મની કમાણીમાં ઉછાળો આવ્યો. શનિવારે આ ફિલ્મનું કલેક્શન પહેલા દિવસથી બમણું એટલે કે 3.64 કરોડ હતું. હવે ત્રીજા દિવસે ફિલ્મની કમાણીનો આંકડો સામે આવ્યો છે. શરૂઆતના આંકડાઓ અનુસાર ફિલ્મે રવિવારે 5.50 કરોડનો બિઝનેસ કર્યો છે. આ સાથે જ ફિલ્મનું કુલ કલેક્શન 10.95 કરોડ થઈ ગયું છે.
યશોદા
ટ્રેલર લોન્ચ થયાની સાથે જ સામંથા રૂથ પ્રભુની ફિલ્મ ‘યશોદા’ની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી હતી. ફિલ્મમાં અભિનેત્રીએ પોતાના દમદાર રોલથી લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. તેલુગુ ભાષાની આ ફિલ્મને દરેક ભાષાના ફિલ્મ પ્રેમીઓ જોઈ શકે એ માટે હિન્દી, તમિલ, કન્નડા, અને મલયાલમ ભાષામાં પણ રિલીઝ કરવામાં આવી છે . ફિલ્મે શરૂઆતના દિવસે 3.06 કરોડનો બિઝનેસ કર્યો હતો. શનિવારે ફિલ્મની કમાણીમાં થોડો ઉછાળો નોંધાયો અને બીજા દિવસે ફિલ્મે 3.64 કરોડનું કલેક્શન કર્યું હતું. ત્રીજા દિવસની વાત કરીએ તો ફિલ્મ 3.50 કરોડનો બિઝનેસ કરવામાં સફળ રહી છે. આ સાથે હવે ફિલ્મનું કુલ કલેક્શન 10.20 કરોડ થઈ ગયું છે.
બ્લેક પેન્થર 2
હોલિવૂડની તમામ ફિલ્મોની રાહ જોતા દર્શક વર્ગમાં ‘બ્લેક પેન્થર 2’ માટે ભારે કુતુહલ હતું. હવે જ્યારે ફિલ્મ સિનેમાઘરોમાં આવી ગઈ છે, ત્યારે તેના કલેક્શનને લઈને ચર્ચા છે. ઓપનિંગ ડે પર તેણે ભારતીય બોક્સ ઓફિસ પર 12.50 કરોડ રૂપિયાની કમાણી કરી, અને આ સાથે જ તમામ ભારતીય ફિલ્મોને કમાણીની રેસમાં પાછળ છોડી દીધી. બીજા દિવસે ફિલ્મે 13.67 કરોડનું કલેક્શન કર્યું હતું. પ્રારંભિક આંકડાઓ મુજબ, ફિલ્મે રવિવારે ભારતીય બોક્સ ઓફિસ પર 14.25 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. આ સાથે ફિલ્મનું કુલ કલેક્શન 40.42 કરોડ રૂપિયા થઈ ગયું છે.
કાંતારા
30 સેપ્ટેમ્બરે રિલીઝ થયેલી કાંતારાને જોનારાઓની સંખ્યા વર્તમાનમાં પણ અકબંધ છે અને આ સાથે જ કાંતારા કલેક્શનની દૃષ્ટિએ આ વર્ષની શ્રેષ્ઠ ફિલ્મ સાબિત થઈ રહી છે. આ ફિલ્મને થિયેટરોમાં આવ્યાને સાત અઠવાડિયા થઈ ગયા છે અને હજુ પણ ફિલ્મ દર્શકોને આકર્ષવામાં સફળ સાબિત થઈ રહી છે. પ્રારંભિક આંકડાઓ અનુસાર, ફિલ્મે રવિવારે 4.30 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે આ સાથે જ રિષભ શેટ્ટી દ્વારા ડાઇરેક્ટેડ આ ફિલ્મનું કુલ કલેક્શન 288.93 કરોડ રૂપિયા થઈ ગયું છે.