વલસાડ: આજે શનિવારે ધનતેરસના શુભ દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી (Central Home Minister) અમિત શાહ (Amit Shah) ગુજરાતના (Gujarat) 5 દિવસના પ્રવાસે આવી પહોંચ્યા હતા. ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) જાહેર થાય તે પહેલાં અમિત શાહની વલસાડ (Valsad) મુલાકાતને અતિ મહત્ત્વની માનવામાં આવી રહી છે. અમિત શાહની મુલાકાત દક્ષિણ ગુજરાતના (South Gujarat) ચૂંટણી રાજકારણ પર મોટી અસર ઉપજાવશે તેવી ચર્ચા છે.
- વલસાડ અને દક્ષિણ ગુજરાતના ભાજપના આગેવાનો તથા પાયાના કાર્યકરોને મળી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંગે માઈકપ્લાનિંગ કર્યું
આજે ગુજરાત પ્રવાસના પહેલાં દિવસે અમિત શાહ વલસાડ પહોંચ્યા હતા. ત્યારે સમર્થકોએ અમિત શાહને જન્મદિવસની શુભકામના પાઠવી હતી. ત્યાર બાદ અમિત શાહ સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ વલસાડ જિલ્લા અને આજુબાજુના 7 જિલ્લાઓ તથા સુરત મહાનગરના (Surat City) જિલ્લા ભાજપ (BJP) પ્રમુખ સહિત અગ્રણીઓ સાથે માઈક્રો પ્લાનિંગ કરાયું હતું. કઈ બેઠક પર કોને ચૂંટણી આપવી તે અંગે પણ ચર્ચા કરાઈ હતી.
અમિત શાહે સ્થાનિક ભાજપના આગેવાનો સાથે આ મામલે ચર્ચા કરી હતી. ઉમેદવારોના ફોર્મ ભરવાથી માંડી મતદાન મથક સુધી અને જીતી ગયા બાદ વિજય ઉત્સવ કેવી રીતે માનવવો તેનું પ્લાનિંગ પણ આ બેઠકમાં કરાયું હોવાની જાણકારી મળી છે. પાયાના કાર્યકરો સાથે અમિત શાહે ચર્ચા કરી હતી. વલસાડ જિલ્લા અને દક્ષિણ ગુજરાત ભાજપના નાના-મોટા કાર્યકરો અને આગેવાનો આ મિટીંગમાં હાજર રહ્યાં હતાં. વલસાડમાં મિટીંગ પૂરી કર્યા બાદ અમિત શાહ રાજકોટ રવાના થયા હતા.
વીડિયો જોવા માટે અહીં ક્લીક કરો
આ મિટીંગમાં વિધાનસભાની ચૂંટણી લડવા માંગતા ઈચ્છુક ઉમેદવારોના નામો પર ચર્ચા થઈ હતી. વલસાડ જિલ્લા ઉપરાંત દક્ષિણ ગુજરાતના ઉમેદવારો, દાવેદારો અને પીઢ કાર્યકરો સાથે અમિત શાહ બેઠક કરી હતી. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગુહ મંત્રી અમિત શાહ ઉપરાંત ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, રાજ્ય ગુહ મંત્રી હર્ષ સંઘવી સહિત રાજ્યના તમામ મંત્રીઓ અને પ્રદેશના ભાજપ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. વલસાડ જિલ્લા માં પ્રથમ વખત BJPની મહત્વની મોટી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને લઈને ભાજપના કાર્યકરો અને દક્ષિણ ગુજરાતના તમામ ભાજપના ટિકિટ ઇચ્છુક ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.