Gujarat

વાવાઝોડાની આગાહી વચ્ચે વરસાદથી ખેડૂતોની ચિંતા વધી

સૌરાષ્ટ્રમાં વાવાઝોડાની આગાહી વચ્ચે વરસાદ ( monsoon) પડ્યો છે. રાજકોટ જિલ્લામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. રાજકોટ જિલ્લાના બેડી, હડમતિયા, ગવરીદડ ગામોમાં વરસાદ વરસતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. તો જિલ્લાના લોધિકા તાલુકાના ગામોમાં પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. ભારે પવન સાથે વરસાદ વરસતા તલ, મગ, બાજરી સહિતના પાકને નુકસાનની ભીતિ છે.

તો અમરેલી જિલ્લામાં પણ વરસાદ ખાબક્યો હતો. જિલ્લાના સાવરકુંડલા શહેરમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. વરસાદને લઈ ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. તો જિલ્લાના ધારી અને ગીર પંથકમાં વરસાદ વરસ્યો હતો. ધારી શહેર અને આસપાસના ગામોમાં વરસાદ વરસતા કેસર કેરી સહિત મગ અને તલના પાકને નુકસાન થવાની ભીતિ છે.

વરસાદની વચ્ચે રાજ્ય પર તૌકતે વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. તૌકતે વાવાઝોડુ આજે સાયક્લોનિક સ્ટ્રોમમાં ફેરવાશે અને આગામી 24 કલાકમાં વધુ ગતિ પકડશે. આગામી 18 મેના રોજ ગુજરાતના દરિયાકાંઠે તૌકતે વાવાઝોડુ ત્રાટકી શકે છે. જેના પગલે સૌરાષ્ટ્ર-કચ્છના અનેક જિલ્લામાં અતિભારે જ્યારે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

કોરોના કાળ ( corona ) ની હાલાકી વચ્ચે જગતના તાત માટે એક સારા સમાચાર આવ્યાં છે. આ વર્ષે ચોમાસુ એકંદરે સારું રહેશે. હોળીની ઝાળ અને અખાત્રિજના પવનની દિશાથી પણ સારા વરસાદનો વર્તારો મળ્યો છે. હવામાન વિભાગે પણ ચોમાસુ વહેલાં આવી જશે એવી આગાહી કરી દીધી છે. સામાન્ય રીતે દેશમાં કેરળ થકી ચોમાસાનું આગમન થાય છે. પછી કર્ણાટક, મહારાષ્ટ્ર. દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્ર -કચ્છ સહિત અન્ય ભાગોમાં આગળ વધે છે. હાલ ગુજરાતમાં વાવાઝોડું દરિયાકાંઠા તરફ આગળ વધી રહયું છે. ત્યારે હવામાન વિભાગે એવી આગાહી કરી છેકે, 16 થી 18 મે વચ્ચે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે.

ગુજરાતમાં 2014 પછી આવ્યાં 10 વાવાઝોડા, જેમાંથી 8 દરિયામાં સમાઈ ગયા, 2 ફંટાઈ ગયા
દરેક ઋતુની શરૂઆત પહેલા મોસમ વિભાગ દ્વારા પૂર્વાનુમાન લગાવવામાં આવતી હોય છે. ઋતુ કેવી રહેશે? ઉનાળોમાં તાપમાન કેટલું રહશે? વરસાદ કેટલો થશે અને શિયાળામાં ઠંડીનું પ્રમાણ કેવું રહેશે? તેનું પૂર્વાનુમાન જાહેર કરતા હોય છે. તે જ રીતે આ વર્ષે ભારતીય મોસમ વિભાગે સતાવાર ચોમાસાને લઈ પૂર્વાનુમાન જાહેર કર્યું છે. આ વર્ષે દેશમાં ચોમાસું (Early southwest monsoon) એક દિવસ વહેલા બેસી શકે છે. હવામાન ખાતાએ કરેલી આગાહી મુજબ નૈઋત્ય (દક્ષિણ-પશ્ચિમ) ચોમાસુ ઝડપથી આગળ વધી રહ્યું હોવાનથી કેરળમાં 31મેથી વરસાદ પડવાની સંભાવના છે.

Most Popular

To Top