Gujarat Main

ભવનાથના મૃગીકુંડમાં સ્નાન કરવાના વિવાદ વચ્ચે કીર્તિ પટેલે હવે ઈન્દ્રભારતી બાપુને લઈ કહી આ વાત

વિવાદોનો પર્યાય એવી સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર કીર્તિ પટેલે જુનાગઢમાં ભવનાથમાં દર વર્ષે આયોજિત થતા મહાશિવરાત્રીના આધ્યાત્મિક મેળા મૃગીકુંડમાં સાધુઓ સાથે સ્નાન કરી એક નવો વિવાદ છેડ્યો છે. બીજી તરફ હવે આ મામલે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા કીર્તિ પટેલે ઈન્દભારતી બાપુને ખુલ્લા પાડવાની ધમકી આપી છે. 

કીર્તિ પટેલે મૃગીકુંડમાં સાધુઓ સાથે સ્નાન કરી કર્યું હતુ. મહાશિવરાત્રીએ ભગવો વેશ ધારણ કરીને કીર્તિએ મૃગીકુંડમાં સ્નાન કર્યું હતું. મૃગીકુંડમાં માત્ર સંન્યાસીઓ જ સ્નાન કરી શકે છે તેમ છતાં કીર્તિએ નિયમ તોડ્યો હતો. ત્યારે સૌથી સવાલ ઉભા થયા હતા કે આખરે કીર્તિ પટેલ મૃગીકુંડ સુધી કેવી રીતે પહોંચી? કોઈના ધ્યાને આ વાત આવતા તેણે ઈન્દ્રભારતી બાપુનું ધ્યાન દોર્યું હતું. જે બાદ ઈન્દ્રભારતી બાપુએ તંત્રને રજૂઆત કરતાં કીર્તિને કુંડમાંથી બહાર કાઢવામાં આવી હતી. 

હવે કીર્તિએ પોતાને મૃગી કુંડમાંથી બહાર કાઢવા બદલ ઈન્દ્રભારતી બાપુ પર નિશાન સાધ્યુ છે અને તેમને ખુલ્લા પાડવાની ધમકી આપી છે. કીર્તિએ આરોપ લગાવ્યો છે કે મૃગીકુંડમાં ઈન્દ્રભારતી બાપુના અનેક શિષ્ય હતા ત્યારે તેમને કેમ બહાર ન કઢાયા. તેણે આક્ષેપ કર્યો કે ઈન્દ્રભારતી બાપુના કહેવાથી મને બહાર કાઢવામાં આવી હતી. 

બીજી તરફ એવું પણ જાણવા મળ્યું છે કે કીર્તિ જૂનાગઢના ભારતી આશ્રમના સહયોગથી મૃગીકુંડ પહોંચી હતી. અને એ પણ જાણવા મળ્યું છે કે કીર્તિ ભારતી આશ્રમના હરિહરાનંદ બાપુની સેવક છે. 

આ સમગ્ર મામલાનું કેન્દ્રસ્થાન જૂનાગઢના ભવનાથમાં બનેલી ઘટનાને બાબતે છે. જે બાદ કિર્તી પટેલ વિરુદ્ધ અહીં સત્તાવાર રીતે ફરિયાદ દાખલ કરવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે.

Most Popular

To Top