Business

ચૂંટણીની ચર્ચા વચ્ચે ગુજરતમાં નશાનો વેપાર ચિંતાજનક રીતે વધી રહ્યો છે તેની ચિંતા પણ કરવી

ચાર રાજ્યોના ચૂંટણી અને રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે . લોકો પાનનાગલ્લે અને બાકડા પરીસદમાં રાજનીતિની ચર્ચા કરવા લાગ્યા છે. પણ આ ચર્ચા કરનારા ગુજરતમાં યુવાનોમાં નશાનું પ્રમાણ વધ્યું છે તેની ચિંતા થતી નથી. ચૂંટણી ની ચર્ચા કરવીજ જોઈએ પણ સાથે આ નશાના દુષણની પણ ચિંતા કરવા જેવી છે ગુજરાતના નાગરિકોની ચિંતાનો ખરો વિષયઆ છે. હા, કોન્ટ્રાકટ સિસ્ટમમાં યુવાનોનું થતું શોષણ, સરકારી નોકરીયોનો અભાવ, વધતા જતા ભાવ, પાયાની, સામાજિક-સામુહિક સેવાઓનું ખાનગીકરણ આપડી ચિંતાનો વિષય છે જ.

જીવવું મોઘું છે, માંદા પડવું પણ મોઘું છે. બાળકોને ભણાવવું મોઘું છે. પણ હવે આપડી નવી ચિંતાનો વિષય છે ગુજરાતના યુવાનોમાં ડ્રગ્સ નું વધતું દુષણ એમાય સત્તા વાળા એમ કહે કે પકડાયેલા ગાંજા માંથી આટલો માલ ઉંદર ખાઈ ગયા ત્યારે તો ખાસ વિચરવું પડે . અમદાવદ એરપોર્ટ પરથી સતત ગાંજો પકડાઈ રહ્યો છે . દારૂના અડ્ડા ની વિડીઓ રીલ અને નેતાઓ ના આક્રોશ સામે આવી રહ્યા છે ત્યારે આપના  બાળકો પણ મોડીરાત સુધી ક્યાં ફરેછે તેની ચિંતા કરવી જોઈએ.

પહેલા સાંભળવા મળતું કે અમુક ચોક્કસ લોકો જ ગાજો ચરસ ના બંધાણી હોય છે.પણ હવે તો હુક્કા બાર અને શહેર ના રાજમાર્ગો પર મોડી રાત્રે ચાલતી કીટલીઓ પર પણ આ બધાજ નશા થાય છે ગાંધીબાપુ ના ગુજરાતમાં દારુ બંધી છે છતાં દારુ વેચાય છે એમ ઘણા મને છે પણ હવે તો ડ્રગ્સ વેચાયા છે અને તે પણ ઓનલાઈન એ કેટલા જાણે છે ? આપડે કદી આપડા બાળકો ક્યાં કોને મળે છે તેની ખબર રાખીએ છીએ ? એમના મોબાઈલ ની કીમત પણ ઘણા માબાપ જનતા નથી . જો બાળકો મોઘા મોબાઈલ વાપરે છે તો તે ક્યાં થી આવ્યા ? આ પ્રશ્ન થવો જોઈએ . આજે સો રૂપિયાને પાર વેચાતું પેટ્રોલ એ કેવી રીતે ભરાવે છે? અને બાઈક પર ક્યાં ફરે છે તે આપડી ચિંતા નો વિષય છે’ ક્યારેક તેની વોટસેપ ચેટ આપડે તપાસતા રહીએ, તો પોલીસ ને નહી તપાસવી પડે .

આજે કળા કારોબાર કરનારા આધુનિક બની ગયા છે  . ટેકનોલોજી ના ઉપયોગથી ઓર્ડર લેવાયા છે . હોમ ડીલીવરી કે હેન્ડ ટુ હેન્ડ ડીલીવરી થયા છે ત્યારે ,આ ડ્રગ્સ ના દુષણ માં આપડા પાલ્ય નથી સપડાયા તે જોવું પડશે .ગુજરાતના માતાપિતા દીકરો દીકરી બીજા ગોળમાં કે બીજી જ્ઞાતિમાં ના પરણે તે માટે સતત ચિંતિત હોય છે . બીજા ધર્મમાં ના પરણે એતો ચિંતા સરકાર પણ કરે છે.  પણ આ જ બાળક ખોટા રવાડે

ના ચડે એ, ડ્રગ્સ ના બંધાણી ના બને એ  માટે કોઈ ચિંતા કરતુ નથી
છાપામાં ડર અઠવાડિયે ડ્રગ્સ સાથે માણસ પકડાયા ના સમાચાર છપાય છે. ગુજરતના અગ્રણી અખબાર તથા સામાયિકો હવે ડ્રગ્સ વિષે કવર સ્ટોરી કરતા થયા છે ગુજરતના પોર્ટ પર ૨૦૦૦ કરોડના ડ્રગ્સ પકડાયા ના સમાચાર તાજાજ છે.પણ આ સ્માંકાહ્રોની વચ્ચે થી ઉપસી આવતું સત્ય એ છે કે ગુજરાતમાં ડ્રગ્સ નો કલાઓ કારોબાર હવે મોટો વ્યાપક અને કરોડો નો ધંધો છે . સ્વાભાવિક છે તંત્ર પણ આમાંથી કઈક મેળવતું હોય .સત્તા ના સાથ વગર આટલો મોટો એટલો ખોટો અને એટલો લાંબો સમય કોઈં કારોબાર ચાલે નહિ .પણ આપડો ઈરાદાઓ રાજકીય આક્ષેપો કરવાનો નથી . આપડો ઈરાદો પ્રજાને જાગૃત કરવાનો છે

સામજિક સમસ્યાઓના ઉકેલમાં સરકારને સાથ આપવો જોઈએ અને જરૂર પડે ત્યાં કાન આમળવો જોઈએ
આજે ગુજરાતના નાના નાના ગામડા માં સાજ પડે એટલે ગાજો ચરસ ફુકાય છે . શહેરના હાઈવે પર બાઈકો પાર્ક કરીને યુવાનો આ લત લગાડે છે પાર્ટી પ્લોટોમાં ખાસ પાર્ટીઓ યોજાય છે અન એ ડ્રગ્સ ની લતે ચડેલા યુવાનો , ચોરી ઓનલિયન ફ્રોડ કે ક્રેડીટ કાર્ડ ના દેવા તળે ડૂબતા જાય છે રાજ્યમાં છેલ્લા વર્ષોમાં વ્હ્દેલા ગુન્હા ખોરીના આકડા તપાસો તો આ નશો અને તેના દ્વરા ઉભુથાયેલું નાશનું તંત્ર સ્પસ્ટ થયા વગર ર્હેહ્સે નહી માટે સમય છે વેળા સર જાગવાનો . ઉડતા પંજાબ ની જેમ ઉડતા ગુજરાત નુંનામ પ્ર્ખાયતા નથી કરવાનું .

ગુજરાતના માતાબાપ ઉઘે તો જ યુવાનો નશામાં ઉડે પણ આપડે તે થવા દેવાનું નથી . રાજકારણ અને લાલચ થી ઉપર ઉતીને ગુજરતમાં પ્રસરતા આ કળા કારોબારને નાથવાનો છે  આ સમસ્યા બિલકુલ નજર અંદાજ કરવા જેવી નથી  આ દુષણ સામે બહુ આયામી લડત આપવી પડે તેમ છે એક તરફ યુવાનો એમાં ના સપડાય તેની જાગૃતિ ચલાવવી . બે ડ્રગ્સ ના રવાડે ચડેલા યુવાનો ને પ્રેમ હૂફ આપી સાચા માર્ગે પાછા વળવા અને ડ્રગ્સ ના કારોબારીઓ ને ઝેર કરવા તેમને સજા કરવી અને તેમની સાથે સાથગાથ રાખનારા ને ખુલ્લા પાડવા આવા ત્રીપાખીયા જંગ થીજ આ શેતાનને હરાવી શકાય.  
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top