Editorial

અમેરિકાના મિશન ઓડિસિયસે અવકાશ ક્ષેત્રે પણ ખાનગીકરણના દરવાજા ખોલી નાંખ્યા

ઈસરોએ 14 જુલાઈના રોજ શ્રીહરિકોટાથી ચંદ્રયાન લોન્ચ કર્યું હતું. 41મા દિવસે ચંદ્રના સાઉથ પોલ પર લેન્ડિંગ થયું હતું. આ સાથે જ ભારતે ઇતિહાસ રચી દીધો હતો. એક સમય હતો જ્યારે ભારત તેના અવકાશી સાધનોને લાવવા લઇ જવા માટે બળદગાડાનો ઉપયોગ કરતો હતો પરંતુ ભારતની સ્પેસ એજન્સીએ સાબિત કરી આપ્યું હતું કે, હમ કિસીસે કમ નહીં. મોટાભાગના દેશોની પોતાની સ્પેસ એજન્સી હોય છે અને તે હંમેશા રિસર્ચ કરતી રહે છે.

અમેરિકા અને રશિયા વચ્ચે તો રીતસરનો સ્પેસ વોર ચાલતો હતો પરંતુ ત્યારબાદ ચીન, ઇઝરાયલ, ફ્રાન્સ અને જાપાન જેવા દેશો પણ આ હરોળમાં આવી ગયા છે જેમાં ભારત પણ હવે પાછળ નથી. પરંતુ પ્રાઇવેટ કંપની સ્પેસ ક્રાફ્ટ લોન્ચ કરે તે એક અણધારી સફળતા કહી શકાય. હવે આ મિશન જ્યારે સફળતાપૂર્વક લોન્ચ થઇ ગયું છે ત્યારે ચોક્કસથી જ કહી શકાય કે, હવે અવકાશ ક્ષેત્રે પણ ખાનગીકરણના દરવાજા ખૂલી ગયા છે. અમેરિકાની પ્રાઈવેટ કંપની ઈન્ટ્યુટિવ મશીનનું લેન્ડર ઓડીસિયસ ચંદ્રના સાઉથ પોલ પર લેન્ડ થયુ છે. ભારતીય સમય અનુસાર, સ્પેસક્રાફ્ટ 4:53 કલાકે લેન્ડ થયું હતું.આ સાથે ઓડીસિયસ મુન લેન્ડિંગ કરનાર કોઈ પ્રાઈવેટ કંપનીનું પ્રથમ સ્પેશક્રાફ્ટ બની ગયું છે.

આ સાથે જ અમેરિકા ચંદ્રના સાઉથ પોલ પર ઉતરનાર બીજો દેશ બની ગયો છે. આ પહેલા 23 ઓગસ્ટ 2023ના રોજ ચંદ્રયાન-3 સાઉથ પોલ પર સફળતાપૂર્વક લેન્ડ થયું હતું. લેન્ડિંગ પહેલા, ઓડીસિયસની નેવિગેશન સિસ્ટમમાં ખામી સર્જાઈ હતા. તે છતાં લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. અમેરિકન મીડિયા ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ, લેન્ડિંગ પછી ઓડીસિયસની સ્થિતિ વિશે માહિતી જાહેર કરવામાં આવી નથી. પરંતુ મિશન ડાયરેક્ટર ટિમ ક્રેને કહ્યું કે અમે કોઈ શંકા વિના કહી શકીએ છીએ કે ચંદ્રની સપાટી પર એડિસિયસ હાજર છે. જો કે ઓડીસિયસ એક પ્રાઈવેટ મુન મિશન છે, પરંતુ તેની પાછળ અમેરિકન સ્પેસ એજન્સી NASAની વિચાર છે. નાસાએ પોતે મિશનમાં ઉપયોગમાં લેવાતા 6 સાધનો તૈયાર કર્યા છે. લેન્ડિંગ પહેલા સ્પેશક્રાફ્ટની ગતિ વધી ગઈ હતી. તેથી ઓડીસિયસે ચંદ્રની આસપાસ વધારાનો ચક્કર લગાવ્યો. એક ચક્કરમાં વધારો થવાને કારણે લેન્ડિંગના સમયમાં ફેરફાર થયો હતો.

અગાઉ ભારતીય સમય અનુસાર સવારે 4.20 વાગ્યે તેનું સોફ્ટ લેન્ડિંગ કરવાનું હતું. લેન્ડિંગ પહેલા 19 મિનિટ સુધી હોવરિંગ (લેન્ડિંગ ​​​​​​વાળી જગ્યાએ ઉપર ચક્કર લગાવવા) કરવામાં આવ્યું હતું. લેન્ડર ઓડિસિયસ જે જગ્યા પર લેન્ડ થયું છે તે માલાપર્ટ તરીકે ઓળખાય છે. અહીં સૂર્યપ્રકાશ પહોંચતો નથી. આ એક ખીણ પાસેની સપાટ જગ્યા છે. મેલાપાર્ટે 17મી સદીના બેલ્જિયન ખગોળશાસ્ત્રી હતા. વૈજ્ઞાનિકોનું માનવું છે કે અહીં પાણી છે, પરંતુ તે બરફના રૂપમાં છે. આ વિસ્તાર એવા સ્થળોની શોર્ટલિસ્ટમાં છે જ્યાં યુએસ સ્પેસ એજન્સી નાસા આર્ટેમિસ મિશન હેઠળ અવકાશયાત્રીઓને મોકલવા પર વિચાર કરી રહી છે.

લેન્ડિંગ પહેલાં, ઓડીસિયસે ચંદ્રની ભ્રમણકક્ષા પૂર્ણ કરી. આ પછી તે સપાટીની નજીક પહોંચી ગયું. આ અંતર લગભગ 6 માઈલ હતું. બાદમાં સમગ્ર પુર્ણ લેન્ડિંગ પ્રક્રિયા રોબોટિક મિશન મોડ પર હતી. આ પછી અવકાશયાનની ગતિ ઘટી ગઈ.લેન્ડિંગ સ્થળ પહેલેથી જ પસંદ કરવામાં આવ્યું હતું. સ્પેસક્રાફ્ટમાં લગાવવામાં આવેલા કેમેરા તેના ચોક્કસ સ્થાનને મિશન કંટ્રોલ રૂમ સુધી પહોંચાડી રહ્યા હતા. આ અગાઉ મેળવેલ ડેટા સાથે ક્રોસ ચેક અથવા મેચ કરવામાં આવ્યા હતા. આ અવકાશયાનમાં સોલાર પેનલ છે. લેન્ડિંગ બાદ તે ત્યાંથી સાત દિવસ સુધી ચાર્જ થશે.51 વર્ષમાં પ્રથમ વખત કોઈ અમેરિકન મિશન ચંદ્ર પર ઉતર્યું છે.

અગાઉ 1972માં એપોલો 17 મિશન ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કર્યું હતું. આ પછી અમેરિકાએ વર્ષ 2022માં ચંદ્ર પર આર્ટેમિસ-1 મિશન મોકલ્યું હતું. પરંતુ તે અવકાશયાન ચંદ્ર પર ઉતર્યું ન હતું. આર્ટેમિસ-1એ ચંદ્રની પરિક્રમા કરી હતી. નાસાના અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ માટે પ્રયાસ ચાલુ રાખશે. આ અંતર્ગત એસ્ટ્રોબોટિક કંપની નવેમ્બર 2024માં ગ્રિફીન લેન્ડરને નાસાના વાઇપર રોવર દ્વારા ચંદ્રના સાઉથ પોલ પર લેન્ડિંગ માટે ​​​​​​​લોન્ચ કરશે. ભારત દ્વારા ચંદ્ર પર શોધખોળ માટે મિશન ચંદ્રયાન શરૂ કરવામાં આવ્યું હતું. ચંદ્રયાન-3 એ 23 ઓગસ્ટ 2023ના રોજ ચંદ્રના સાઉથ પોલ પર લેન્ડિંગ કરીને ઈતિહાસ રચ્યો હતો.

ભારત ચંદ્રના સાઉથ પોલ પર સફળતાપૂર્વક ઉતરાણ કરનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો. ચંદ્રયાન-3 એ 30 કિલોમીટરની ઉંચાઈથી સાંજે 5.44 કલાકે ઓટોમેટિક લેન્ડિંગ પ્રક્રિયા શરૂ કરી અને આગામી 20 મિનિટમાં યાત્રા પુર્ણ કરી. સાંજે 6.04 વાગ્યે, ચંદ્રયાન-3ના લેન્ડરે ચંદ્ર પર પહેલું પગલું મુક્યું. ચંદ્ર પર પહોંચ્યા પછી, લેન્ડરે સંદેશ મોકલ્યો – હું મારા લક્ષ્યસ્થાન પર પહોંચી ગયો છું. હવે રોવર રેમ્પમાંથી બહાર આવશે અને તેના પ્રયોગો શરૂ કરશે. ઈસરોએ 14 જુલાઈના રોજ શ્રીહરિકોટાથી ચંદ્રયાન લોન્ચ કર્યું હતું. 41મા દિવસે ચંદ્રના સાઉથ પોલ પર લેન્ડિંગ થયું હતું. – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top