અમેરિકન ફાર્માસ્યુટિકલ કંપની મોડર્ના ( moderna company) એ પંજાબ સરકારે ( punjab goverment ) ને સીધી રસી ( vaccine) આપવાની વિનંતીને ફગાવી દીધી છે. પંજાબના વરિષ્ઠ આઈએએસ અને કોવિડ રસીકરણ ( covid vaccination) ના નોડલ અધિકારી વિકાસ ગર્ગે રવિવારે આ માહિતી શેર કરી હતી. અમેરિકન ફાર્માસ્યુટિકલ કંપનીએ પંજાબ સરકારને સ્પષ્ટ કહ્યું છે કે, તે માત્ર ભારત સરકાર સાથે જ ડીલ કરે છે. અમેરિકન કોવિડ રસી ઉત્પાદક કંપનીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે રાજ્ય સરકારો કોરોના રસી મેળવવા માટે અન્ય દેશો સાથે સતત સંપર્ક કરી રહી છે. ઘણા રાજ્યોએ રસી માટે વૈશ્વિક ટેન્ડર બહાર પાડ્યા છે. કેન્દ્ર સરકારે રાજ્યોને 18થી 44 વર્ષની વય જુથનાં લોકોના રસીકરણ માટેની જવાબદારી આપ્યા બાદ રાજ્યો રસી લેવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.
દેશમાં હાલમાં બે કંપનીઓ જ રસી તૈયાર કરી રહી છે. દેશમાં રસીની અછતને પહોંચી વળવા રશિયાની રસી સ્પુટનિક વીને કટોકટીના ઉપયોગ માટે પણ મંજૂરી આપવામાં આવી છે. પરંતુ, સપ્લાયનું સંકટ યથાવત હોવાથી રાજ્યો ફાઇઝર, મોડર્ના અને અન્ય રસી ઉત્પાદન કરતી વિદેશી કંપનીઓનો સંપર્ક કરી રહ્યા છે.રાજ્યોનું કહેવું છે કે, કેન્દ્ર સરકારે તમામ વય જુથનાં લોકોના રસીકરણ માટેની જવાબદારી લેવી જોઈએ. રસી માટે વિદેશી કંપનીઓ સાથે વાટાઘાટો કરવાની પણ કેન્દ્રની જવાબદારી છે.ત્યારે ભારત સરકાર દાવો કરી રહી છે કે 2021ના અંત સુધીમાં કોરોના રસીના બે અબજ ડોઝ દેશમાં ઉપલબ્ધ થશે.