નવી દિલ્હી : અમેરિકામાં (America) બરફનું તોફાન (Snow Storm) આવ્યું છે. હાલ ત્યાંની સ્થિતિ એવી છે કે જ્યાં જુઓ ત્યાં તબાહી દેખાઈ રહી છે. જેને કારણે સૌથી માઠી અસર હવાઈ યાતાયાત ઉપર પડી છે. બુધવાર અને ગુરુવાર એમ બન્ને દિવસ હજારો ફ્લાઇટની (Flight) ઉડાન સ્થગિત કરવામાં આવી છે. બુધવારે 1640 ફ્લાઇટો કેન્સલ કરવામાં આવી હતી. બીજી તરફ 4300 થી વધારે ફ્લાઇટોનું ઉડાન મોડથી થયું હતું અથવાતો કેન્સલ કરવામાં આવ્યું હતું. અમેરિકામાં આવેલા આ બરફના તોફાને ઉત્તરી-પશ્ચિમ અને મધ્યના રાજ્યોમાં તેનો કહેર ભારે પ્રમાણમાં વર્ત્યો હતો. બરફના તોફાન ને કારણો લોકોનું આવાગમન મુશ્કેલી ભર્યું થઈ ગયું છે. ફેડરલ એવિયેશન એડમિનિસ્ટ્રેટિવ દ્વારા ટ્વીટ કરીને એવી જાહેરાત કરાઈ હતી કે ખરાબ વાતાવરણને કારણે આ અઠવાડિયા દરમ્યાન ગ્રેટ લેક્સ અને દક્ષિણી મેદાનો વાળો પ્રદેશ મિનેસોટા અને અન્ય રાજ્યમાં ઉડાનો મોળી થશે કાંતો રદ્દ કરવામાં આવશે.
રોડ ટ્રાન્સપોર્ટ સેવાઓમાં પણ ભારે અડચણો
અમેરિકા નેશનલ વેધર સર્વિસે બરફના તોફાન અંગેની આગાહીમાં જણાવ્યું હતું કે બે ઇંચ પ્રતિ કલાકની ઝડપે બરફ પડી રહ્યો છે. અને ખુબજ ઝડપી ગતિએ પવન ફૂંકાઈ રહ્યા છે જેને કારણે ઉત્તરીય મેદાનો અને અપર મિડવેસ્ટના ભાગોમાં સ્થિતિ વધુ ખરાબ કરી શકે છે. જેને કારણે મુસાફરી અને રોડ ટ્રેન્સપોટને પણ ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અત્યાર સુધી સ્થાનિક એરલાઇન સ્કાયવેસ્ટ ઇન્કે 312 ફ્લાઇટ્સ રદ કરી છે. જ્યારે સાઉથવેસ્ટ એરલાઇન્સે 248 અને ડેલ્ટા એરલાઇન્સે ખરાબ હવામાનને કારણે 246 રદ કરી હતી. વધુમાં પ્રાપ્ત જાણકારી અનુસાર સાઉથવેસ્ટ અને ડેલ્ટા એરલાઈન્સે એક નિવેદનમાં જણાવ્યું કે તેઓ તોફાન પર નજર રાખી રહ્યા છે. અમેરિકન એરલાઇન્સ અને અલાસ્કા એરલાઇન્સ સહિત યુએસ સ્થિત એરલાઇન્સે આમાંથી ઘણી ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી.
80 કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા છે
બરફના તોફાન ઉપર હાલ તો વાતાવરણ વિભાગ પણ સતત નજર રાખી રહ્યું છે. આ અંગે રાષ્ટ્રીય વાતાવરણ વિબાગે જણાવ્યું હતું કે 80 કિલોમીટરની ઝડપથી પવનો ફૂંકાઈ રહ્યા છે બીજી તરફ ભારે પ્રમાણમાં હિમવર્ષા થઇ રહી છે. મેદાની ક્ષેત્રોમાં પરિસ્થિતિ વધુ પડતી ગંભીર થઇ રહી છે. આ ભારે મુસીબતને ધ્યાનમાં રાખી ને લોકોને માત્ર અનિવાર્ય સંજોગોમાં યાત્રા કરવાની સલાહ આપવામાં આવી છે. વાહનોમાં યાત્રા કરનારાઓએ સાથે ટોર્ચ, ભોજન અને પાણી રહેવાનું પણ કહેવામાં આવી રહ્યું છે.
તાપમાનઆ પણ રેકોડ જનક રીતે ઘટાડો નોંધાયો
બરફના તોફાનના કારણે કેટલાક ભાગોમાં તાપમાન -45 ડિગ્રી સેલ્સિયસ સુધી નીચે જવાની આશંકા છે. ઉત્તરીય રાજ્યોમાં કેટલાક ભાગોમાં બે ફૂટ સુધી બરફ પડવાની આગાહી છે. આ વિસ્તારોમાં 30 વર્ષમાં સૌથી વધુ હિમવર્ષા થઈ શકે છે.