નવી દિલ્હી: શિકાગોના (Chicago) હાઇલેન્ડ પાર્કમાં સોમવારે (Monday) ફ્રીડમ ડે પર પરેડ (Freedom Day Parade) કાઢવામાં આવી રહી હતી, પરંતુ ત્યાં અચાનક ગોળીબાર (Firing) થયો હતો. આ ઘટનાને પગલે શિકાગોના હાઈલેન્ડ વિસ્તારમાં અંધાધૂંધી મચી ગઈ હતી. ઇલિનોઇસના ગવર્નરે દાવો કર્યો છે કે આ ફાયરિંગમાં અત્યાર સુધીમાં 6 લોકોના મોત (Death) થયા છે, જ્યારે ધણા લોકો ગંભીર રીતે ઘાયલ (Injured) થયા છે તેઓની સારવાર ચાલી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ ફાયરિંગ ઉંચી ઈમારતમાંથી કરવામાં આવ્યું છે. ટ્વિટર પર ઘટનાની માહિતી આપતા વહીવટીતંત્રે લોકોને ઘટના સ્થળથી દૂર રહેવાની અપીલ કરી છે. પોલીસ (Police) અને તપાસ ટીમોને તેમનું કામ કરવા દેવા માટે લોકોને વિનંતી કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ ગયા વર્ષે પણ ફ્રીડમ ડે નિમિત્તે ફાયરિંગ થયું હતું, જેમાં 19 લોકોના મોત થયા હતા.
- અમેરિકાના ઇલિનોઇસમાં ભીડ પર ફાયરિંગ
- સ્વતંત્રતા દિવસની પરેડ દરમિયાન ગોળીઓનો વરસાદ
- શિકાગોના હાઈલેન્ડ પાર્ક વિસ્તારની ઘટના
પરેડ શરૂ થયાના લગભગ 10 મિનિટ પછી ગોળી ચલાવવામાં આવી હતી. આ પછી પરેડ અટકાવી દેવામાં આવી હતી. સેંકડો લોકો પોતાનો જીવ બચાવવા માટે અહીં-ત્યાં દોડવા લાગ્યા. શિકાગોના સીબીએસ 2 ટેલિવિઝન પરેડમાં હાજર એક નિર્માતાને ટાંકીને જણાવ્યું હતું કે ઘણા મોટા વિસ્ફોટો સાંભળીને લોકો ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા. યુએસ પ્રતિનિધિ બ્રાડ સ્નેઇડરે રોઇટર્સને જણાવ્યું હતું કે જ્યારે હાઇલેન્ડ પાર્કમાં ગોળીબાર શરૂ થયો ત્યારે તે અને તેમની જિલ્લાની ઝુંબેશ ટીમ પરેડમાં સૌથી આગળ હતા. સ્નેઈડરે ટ્વિટર પર કહ્યું, “ઘણા લોકોના જીવ ગયા છે અને ઘણા ઘાયલ થયા છે. હુમલાના તમામ પીડિતો અને તેમના પરિવારો પ્રત્યે તેઓએ પોતાની સંવેદના વ્યકત કરી હતી છે.
તાજેતરમાં જ અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને એન્ટી બંદૂક હિંસા બિલને મંજૂરી આપી હતી. બિલને ડેમોક્રેટિક અને રિપબ્લિકન બંને રાજકીય પક્ષો તરફથી સમર્થન મળ્યું હતું. ટેક્સાસની એક શાળામાં એક બંદૂકધારીએ અંધાધૂંધ ગોળીબારમાં 19 વિદ્યાર્થીઓ અને બે શિક્ષકોની નિર્દયતાથી હત્યા કરી નાખી. આ ઘટના બાદથી સરકાર પર દેશમાં હથિયાર ખરીદવા સંબંધિત કડક કાયદા માટે દબાણ કરવામાં આવી રહ્યું હતું. આવો જ એક ગોળીબારનો બનાવ આજે સ્વતંત્રતા દિવસની પરેડમાં સામે આવ્યો છે.