ન્યોયોર્ક: અમેરિકાના (America) ન્યૂયોર્ક (New York) શહેરના બ્રૂકલિનમાં મંગળવારની (Tuesday) સવારે એટલેકે અમેરિકાના સ્થાનીય સમય અનુસાર સવારે 8:30 વાગ્યાની આસપાસ સબ-વે સ્ટેશન પર ગોળીબાર (Firing) થયો હતો. મળતી માહિતી મુજબ આ ગોળીબારમાં 5 લોકોને ગોળી વાગી છે જ્યારે 13થી પણ વધુ લોકો ધાયલ થયાં છે. મળતી માહિતી અનુસાર કેટલાક લોકોની હાલત નાજુક છે. આ ધટના ન્યૂયોર્કના બ્રૂકલિનના મેટ્રો સ્ટેશન ઉપર સવારના સમયે થઈ હતી કે જે સમયે મોટાં પ્રમાણમાં લોકો મુસાફરી કરતાં હોય છે. આ ઉપરાંત ગોળીબારની ધટના પછી તે સ્થળેથી ધુમાડો નીકળતો પણ જોવા મળ્યો હતો. આ ઘટનાને પગલે સમગ્ર ન્યૂયોર્ક શહેરમાં હાઈ એલર્ટ જાહેર કરી દેવાયું છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગોળીબાર કરનાર આરોપી મેટ્રો સ્ટેશનમાં કન્સ્ટ્રક્શન વર્કરના કપડા પહેરી વર્કરનું રૂપ ધારણ કરી આવ્યો હતો. આ સાથે મેટ્રો સ્ટેશન પરથી ધણાં બોમ્બ પણ મળી આવ્યાં હતાં કે જે તે સમયે નિષ્ક્રિય હતાં. આ ધટના પછી પોલીસે ત્યાં કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો તેમજ મેટ્રો સેવાને પણ થોડાં સમય માટે સ્થગિત કરી દીધી હતી. પોલીસે ધટના બાદ સીસીટીવી ચેક કર્યા છે જોકે સીસીટીવીની તપાસ બાદ પણ કોઈક ઠોસ પુરાવા કે જાણકારી મળી નથી. આ ઉપરાંત આ
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગોળીબાર કરનાર આરોપી મેટ્રો સ્ટેશનમાં કન્સ્ટ્રક્શન વર્કરના કપડા પહેરી વર્કરનું રૂપ ધારણ કરી આવ્યો હતો. આ સાથે મેટ્રો સ્ટેશન પરથી ધણાં બોમ્બ પણ મળી આવ્યાં હતાં કે જે તે સમયે નિષ્ક્રિય હતાં. આ ધટના પછી પોલીસે ત્યાં કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો તેમજ મેટ્રો સેવાને પણ થોડાં સમય માટે સ્થગિત કરી દીધી હતી. પોલીસે ધટના બાદ સીસીટીવી ચેક કર્યા છે જોકે સીસીટીવીની તપાસ બાદ પણ કોઈક ઠોસ પુરાવા કે જાણકારી મળી નથી. આ ઉપરાંત આ એક આતંકી હુમલો છે કે કોઈક દ્વારા ધડવામાં આવેલું ષડયંત્ર તે અંગેની પુષ્ટિ થઈ નથી.
મળતી માહિતી મુજબ ગોળીબાર કરવા અગાઉ આરોપીએ ધટના સ્થળે ધુમાડો ફેલાવી દીઘો અને ત્યારબાદ ગોળીબાર કર્યો હતો. જેના કારણે લોકોને ભાગવાની તક ન મળે.
પોલીસને ધટના સ્થળની તપાસ બાદ પણ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી. આ સાથે લોકોને સચેત કરવામાં આવી રહ્યાં છે કે કોઈક શંકાસ્પદ વસ્તુ મળે તો તુરંત પોલીસને જાણ કરવામાં આવે.