Gujarat

અમેરિકા ફરવા ગયેલા ગુજરાતી યુવકનું કમકમાટીભર્યું મોત, એક બાદ એક 14 વાહન શરીર પરથી પસાર થયા

પાટણ : અમેરિકા (America) ફરવા માટે ગયેલા એક ગુજરાતી (Gujarati) યુવકનુ કાળજું કાંપી ઉઠે તેવું મોત થયું છે. ગુજરાતના પાટણનો એક યુવક ફરવા માટે અમેરિકા ગયો હતો, પરંતુ તે પાછો ન આવી શક્યો. યુવક તેના પિતા સાથે ફોનમાં વાત કરતા રસ્તો ક્રોસ કરી રહ્યો હતો તે સમયે તેનું એક્સિડન્ટ (Accident) થતા તેનું મોત થયું હતું. તેનુ મોત (death) ખૂબ જ ભયાનક થયું હતું. યુવક પરથી એક બાદ એક 14 ગાડી પસાર થઈ હતી. જેના કારણે તેના મૃતદેહ (dead body)ના ચીંથરા ઉડી ગયા હતા. મૃતદેહ ભારત (India) પરત લાવી શકાય તેવી હાલતમાં નથી. મૃત્યુના સમાચાર મળતા યુવકના ઘરમાં માતમ છવાઈ ગયો હતો.

આ ઘટનામાં ભોગ બનનાર યુવકનું નામ દર્શિલ રમેશભાઈ ઠક્કર છે. દર્શિલ પાટણમાં આવેલી શિવકૃપા સોસાયટીમાં પોતાના પરિવાર સાથે રહતો હતો. તેના પિતા રમેશભાઈ ઠક્કર સરસ્વતી તાલુકના ખોડાણા ગામે પ્રથમિક શાળામાં શિક્ષકની ફરજ બજાવે છે. દર્શિલ ટૂરિસ્ટ વિઝા પર 9 એપ્રિલ 2023ના રોજ ફરવા માટે અમેરિકા ગયો હતો. તે 26 સપ્ટેમ્બરના રોજ ભારત પરત આવવાનો હતો. પરંતુ તે પરત આવી શક્યો નહીં.

ટેક્સાસમાં વોકિંગ દરમિયાન પિતા સાથે વીડિયો કોલ પર વાત કરતો હતો ત્યારે અકસ્માત થયો
દર્શિલ અમેરિકાના હ્યુસ્ટન ટેક્સાસમાં વોકિંગ માટે નીક્યો હતો. વોકિંગ દરમિયાન તે તેના પરિવાર સાથે વીડિયો કોલ પર વાત કરી રહ્યો હતો. આ દરમિયાન તે સિંગનલ પાસે પહોંચ્યો, જ્યાં તે સિંગનલ બંધ હોવાથી રોડ ક્રસ કરવા ગયો હતો. પરંતુ તે રોડ ક્રસ કરે તે પહેલા જ સિંગનલ ખુલી ગયો. સિંગનલ ખુલી જતા પુરપાટ ઝડપે આવતી એક નહિં, પરંતુ 14 ગાડી તેના શરિર પરથી નીકળી ગઈ હતી.

મૃતદેહ ભારત પરત લાવી શકાય તેવી સ્થિતિમાં નથી
PMO, CM ભુપેન્દ્ર પટેલ અને સિદ્ધપુરના ધારા સભ્ય બળવંતસિંહન રાજપુતને રજુઆત કરવામાં આવી છે. તેના પરિવારને સરકારનો સપોર્ટ તો મળી રહ્યો છે. પરંતુ અમેરિકના ડોક્ટરનું કહેવું છે કે તેનો મૃતદેહ ભારત લઈ જવાની હાલતમાં નથી. દર્શિલના પિતા રમેશભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે તે વીડિયો કોલમાં કહી રહ્યો હતો કે પપ્પા હું અમેરિકાથી આવીશ એટલે આપણે સાથે જઈશું, તેના આ છેલ્લા શબ્દ હતા. ત્યાર પછી તેનો ફોન અચાનક બંધ થઈ ગયો હતો. રમેશભાઈએ વધારે જણાવ્યું કે ફોન બંધ થયા પછી અમે લગાતાર ફોન કર્યા પરંતુ તેણે કોલ ઉપાડ્યો નહિ. થોડીવાર પછી કોઈકે કોલ ઉપાડીને જણાવ્યુ કે તેનું એક્સિડન્ટ થયું છે.

Most Popular

To Top