નવી દિલ્હી: અમેરિકાના (America) ટેક્સાસનાં એલન શહેરનાં એક મોલમાં શનિવારે ગોળીબાર (Firing) થયો હતો. આ ગોળીબારમાં લગભગ 8 લોકોનાં મોત (Death) થયાં હતાં. તેમજ 7 લોકો ધાયલ થયાં હતા. મૃતકોમાં બાળકોનો પણ સમાવેશ થાય છે. પોલીસે ગોળીબાર કરનાર વ્યકિતને પણ ઠાર કર્યો હતો. પોલીસ અધિકારી પાસેથી જાણકારી મળી આવી હતી કે મોલમાં હુમલાખોરે એકાએક લોકો પર અંધાધૂંધ ગોળીબાર કરવાનું શરૂ કર્યું હતું. હુમલો શા માટે કરવામાં આવ્યો તે પાછળનું કારણ જાણવા મળ્યું નથી. એલન શહેરનાં પોલીસ વડા બ્રાયન હાર્વેએ જણાવ્યું કે ગોળીબારનો અવાજ સાંભળીને પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા અને હુમલાખોરને ઘેરી લીધો હતો. આ ઘટનાને શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી.
- પોલીસે ગોળીબાર કરનાર વ્યકિતને પણ ઠાર કર્યો
- ગોળીબારનો અવાજ સાંભળીને પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા
- આ વર્ષે અમેરિકામાં લગભગ 198 જેટલી ગોળીબારની ઘટના ઘટી
આ ઘટનાની કેટલીક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યાં છે. લોહીથી લથપથ લોકો જમીન પર પડતા જોવા મળે છે. પોલીસ દ્વારા ઠાર કરેલો હુમલાખોર પણ વીડિયોમાં દેખાય છે. હુમલામાં વપરાયેલી બંદૂક પણ તેના શરીર પાસે દેખાઈ રહી છે.
અમેરિકાના કેલિર્ફોનિયાનાની એક કોલેજ પરિસરમાં પણ ગોળીબાર થયો હતો
અમેરિકાના ટેક્સાસ પછી કેલિર્ફોનિયાના એક કોલેજ પરિસરમાં પણ ગોળીબારની ઘટના સામે આવી હતી જેમાં 17 વર્ષના એક યુવાનનું મોત થયું હોવાનું સામે આવ્યું છે તેમજ 5 લોકો આ ગોળીબારમાં ઘાયલ થયાં હતાં. પોલીસ અધિકારી પાસેથી જાણકારી મળી આવી હતી ગોળીબારની ઘટનાના લગભગ અડધો કલાક પહેલા આ જગ્યાએથી જ તેઓને ફોન આવ્યો હતો. આ વર્ષે અમેરિકામાં લગભગ 198 જેટલી ગોળીબારની ઘટના ઘટી છે.