નવી દિલ્હી: ઈઝરાયેલ-પેલેસ્ટાઇન(Israel-Palestine) યુદ્ધ હજી સુધી વિરામનું નામ નથી લઈ રહ્યું અને યુધ્ધ હવે વિકરાળ સ્વરૂપ (Big Moad) લઈ રહ્યું હોય તેમ વર્તાય રહ્યું છે. ત્યારે આ સમગ્ર પરિસ્થિતિ(Situation) વચ્ચે અમેરિકાના(America) વિદેશ મંત્રી ઇઝરાયેલની રાજધાની તેલ અવિવ(Tel Aviv) પહોચ્યા હતા. તેમજ ઇઝરાયેલને સમર્થન(Support) કરતાં મોટી વાત કરી અને આશ્વાસન(Sympathy) આપ્યું હતું કે અમેરિકા આ યુધ્ધમાં ઈઝરાયેલ સાથે છે.
અમેરિકાના વિદેશ મંત્રી ઈઝરાયેલની રાજધાની તેલ અવીવ ગયા હતા. અહીં તેમણે ઈઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ બંને નેતાઓએ સંયુક્ત નિવેદન આપ્યા હતા. આ સમયે અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને કહ્યું છે કે, ‘હું ઈઝરાયેલ માટે એક સંદેશો લઈને આવ્યો છું- તમે તમારા દેશને બચાવવા માટે પૂરતા શક્તિશાળી છો, પરંતુ જ્યાં સુધી અમેરિકા હાજર છે ત્યાં સુધી ઇઝરાયેલે ચિંતા કરવાની જરૂર પડશે નહીં. અમે હંમેશા તમારી સાથે રહીશું…’ અમેરિકી વિદેશ મંત્રી બ્લિંકને કહ્યું, ‘હમાસની દુષ્ટતા અને દુર્વ્યવહારથી અમે આશ્ચર્યચકિત થઈ ગયા છીએ. અમે ઇઝરાયેલના નાગરિકોની બહાદુરીથી પણ પરિચિત છીએ. અમે ઇઝરાયેલી લોકોની નોંધપાત્ર એકતાને પ્રોત્સાહિત કરીયે છીએ.’
ISISની જેમ હમાસનો પણ અંત કરવામાં આવશે: બેન્જામિન
ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ વધુમાં કહ્યું કે ‘હમાસ ISIS છે અને જેવી રીતે ISISને કચડી નાખવામાં આવ્યું હતું તેવી જ રીતે હમાસને પણ કચડી નાખવામાં આવશે. હમાસ સાથે ISISની જેમ જ વ્યવહાર કરવામાં આવ્યો હતો. તેઓને રાષ્ટ્રોના સમુદાયમાંથી બાકાત રાખવા જોઈએ. કોઈ પણ દેશના નેતાએ તેમને મળવું જોઈએ નહીં, કોઈ પણ દેશએ તેમને આશ્રય આપવો જોઈએ નહીં. અને જે દેશ તેમને સમર્થન કરે છે તેમના ઉપર પ્રતિબંધ લગાડવો જોઇયે. ‘
હમાસ સંસ્કૃતિનું દુશ્મન છે: નેતન્યાહુ
આ અવસર ઉપર ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું, ‘તમારી મુલાકાતએ અને ઈઝરાયેલ માટેના અમેરિકાના સ્પષ્ટ સમર્થનનું બીજું નક્કર ઉદાહરણ છે. હમાસ પોતાની સંસ્કૃતિનું દુશ્મન સાબિત થયું છે. આઉટડોર મ્યુઝિક ફેસ્ટિવલમાં યુવાનોની હત્યા, ઘણા પરિવારોની હત્યા, બાળકોની સામે માતા-પિતાની હત્યા અને તેમના માતા-પિતાની સામે બાળકોની હત્યા, લોકોને જીવતા સળગાવી દેવા, માથા કાપી નાંખવા, અપહરણ વગેરે જોયા પછી મને એમ લાગે છે કે રાષ્ટ્રપતિ બિડેન હમાસને ખરાબ કહેવા માટે એકદમ સાચા હતા.’
