દર વર્ષે 14 એપ્રિલે ઉજવાતી Ambedkar Jayanti 2026માં પણ સમગ્ર દેશમાં ભારે શ્રદ્ધા અને સન્માન સાથે ઉજવાશે. આ દિવસ ભારતના બંધારણના શિલ્પી અને મહાન સમાજ સુધારક ડૉ. ભીમરાવ રામજી આંબેડકરની જન્મજયંતિ તરીકે મનાવવામાં આવે છે. આ વર્ષે પણ 14 એપ્રિલે દેશભરમાં જાહેર રજા જાહેર કરવામાં આવી છે.
ડૉ. આંબેડકરે પોતાના જીવન દરમિયાન જાતિ આધારિત ભેદભાવ સામે લડત આપી અને સમાનતા, ન્યાય અને બંધારણીય અધિકારો માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેમણે ભારતના બંધારણની રચનામાં કેન્દ્રિય ભૂમિકા ભજવી હોવાથી તેમને “ભારતીય બંધારણના શિલ્પી” તરીકે ઓળખવામાં આવે છે.
દેશભરમાં જાહેર રજા : કેન્દ્ર સરકારે 14 એપ્રિલને જાહેર રજા તરીકે જાહેર કરી છે. આ દિવસે કેન્દ્ર સરકારના તમામ કચેરીઓ, સરકારી ઉદ્યોગો, સરકારી શાળાઓ અને કોલેજો બંધ રહેશે. સાથે જ અદાલતો અને પોસ્ટ ઓફિસો પણ કાર્યરત રહેશે નહીં.
બેન્ક અને શેરબજાર રહેશે બંધ : રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની યાદી મુજબ દેશના મોટા શહેરોમાં બેન્ક શાખાઓ બંધ રહેશે. જોકે ગ્રાહકો માટે ઓનલાઈન બેન્કિંગ, મોબાઇલ બેન્કિંગ, SMS અને ATM સેવાઓ ચાલુ રહેશે. ઉપરાંત NSE અને BSE સહિતના શેરબજારોમાં પણ આ દિવસે ટ્રેડિંગ બંધ રહેશે.
જરૂરી સેવાઓ ચાલુ રહેશે : Ambedkar Jayantiના દિવસે હોસ્પિટલો, દવાખાનાઓ અને અન્ય આવશ્યક સેવાઓ સામાન્ય રીતે ચાલુ રહેશે. ઉપરાંત બસ, ટ્રેન અને કેબ જેવી જાહેર પરિવહન સેવાઓ પણ યથાવત રહેશે. પેટ્રોલ પંપ, ખાનગી ઓફિસો અને કેટલાક વેપારિક સંસ્થાઓ સ્થાનિક નિયમો મુજબ ખુલ્લા રહી શકે છે.
અનેક પ્રાદેશિક તહેવારો સાથે પણ જોડાયેલ દિવસ : 14 એપ્રિલનો દિવસ દેશના વિવિધ ભાગોમાં અન્ય મહત્વપૂર્ણ તહેવારો માટે પણ જાણીતો છે. જેમ કે તમિલ નવું વર્ષ, બૈસાખી, બોહાગ બિહુ, મહા વિશુવા સંક્રાંતિ અને ચેરાઓબા જેવા પ્રાદેશિક તહેવારો પણ આ દિવસે ઉજવાય છે, જેના કારણે આ દિવસનું સાંસ્કૃતિક મહત્વ વધુ વધી જાય છે. આ રીતે Ambedkar Jayanti માત્ર જાહેર રજા નહીં પરંતુ સમાજમાં સમાનતા, ન્યાય અને બંધારણીય મૂલ્યોને યાદ કરવાનો મહત્વપૂર્ણ દિવસ માનવામાં આવે છે.