Business

શ્લોકા અંબાણીએ આપ્યો પુત્રીને જન્મ, પરિવારમાં ખુશીનો માહોલ

નવી દિલ્હી: અંબાણી પરિવારમાં (Ambani Family) ફરીવાર કિલકારી ગૂંજી છે. અંબાણી પરિવારમાં લક્ષ્મીજીનું આગમન થયું છે. આકાશ અંબાણીની (Aakash Ambani) પત્ની શ્લોકા અંબાણીએ બુધવારે પુત્રીને (Baby Girl) જન્મ આપ્યો છે. આકાશ અને શ્લોકાનું આ બીજું સંતાન છે. શ્લોકા અંબાણીએ 2020માં પુત્રને જન્મ આપ્યો હતો જેનું નામ પૃથ્વી છે. પુત્રીના આગમનથી અંબાણી પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે.  મુકેશ અંબાણી અને નીતા અંબાણી બીજી વાર દાદા-દાદી બની ગયા હોવાથી લોકો તેમને અભિનંદન પાઠવી રહ્યાં છે.

  • NMACC કલ્ચરલ સેન્ટરની ઓપનિંગ પાર્ટીમાં શ્લોકાએ પોતાની બીજી પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી
  • આકાશ અને શ્લોકાને 2020માં એક પુત્રને જન્મ આપ્યો હતો જેનું નામ પૃથ્વી છે
  • આકાશ અને શ્લોકા હાઈ સ્કૂલથી જ એકબીજાને ઓળખતા હતા

શ્લોકાએ પોતાની બીજી પ્રેગ્નન્સીની અનાઉન્સમેન્ટ ત્યારે કર્યું જ્યારે અંબાણી પરિવારે NMACC કલ્ચરલ સેન્ટરની ઓપનિંગ પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં શ્લોકાએ સાડીમાં તેનું બેબી બમ્પ ફ્લોઅન્ટ કર્યું હતું. આ પાર્ટીનાં આકાશ અને શ્લોકાના ધણાં ફોટો વાઈરલ થયાં હતા જેમાં શ્લોકા સાડીમાં તેનું બેબી બમ્પને ફ્લોન્ટ કર્યું હોય. નીતા અંબાણી કલ્ચરલ સેન્ટર ઇવેન્ટમાં શ્લોકાએ એવા આઉટફિટ્સ પસંદ કર્યા હતા, જેમાં તેનો બેબી બમ્પ ફ્લૉન્ટ થતો હતો.

આકાશ અને શ્લોકા હાઈ સ્કૂલથી જ એકબીજાને ઓળખતા હતા. અંબાણી અને મહેતા પરિવારના સંબંઘો પણ જૂના હતાં. જાણકારી મુજબ આકાશે 12માં ધોરણની પરીક્ષા આપ્યા પછી શ્લોકાને પોતાના દીલની વાત કહી દીધી હતી. અને શ્લોકાએ પણ આકાશના આ પ્રપોઝલને સ્વીકારી લીધો હતો. પોતાના ગ્રેજયુએશન માટે તેમણે અલગ અલગ યુનિવર્સિટિમાં એડમિશન લીધું હતું. અલગ અલગ યુનિવર્સિટિમાં ભણવા છતાં પણ તેઓ સતત એકબીજાના સંપર્કમાં રહેતા. તેઓનું ભણતર પૂર્ણ થતાં જ બંનેએ ઓફિશિયલ રીતે તેમના સંબંધોની જાહેરાત કરી હતી. તેઓ 2018માં લગ્નગ્રંથિથી જોડાયા હતા. 2020માં તેઓએ પૃથ્વી અંબાણીને જન્મ આપ્યો હતો.

Most Popular

To Top