વડોદરા : વડોદરા શહેર મા આગામી 10 જૂન સુધી હવામાન મા મોટા ફેરફાર આવી શકે તેમ છે. વરસાદ અને વાવાજોડું ના કારણે જાનમાલ ને ભારે નુકશાન થઇ શકે છે. આ દિવસો દરમ્યાન નાગરિકોએ સાવધાન રહેવું જરૂરી છે. ભારે પવનોના કારણે શહેર મા વૃક્ષો અને જર્જરીત મકાનો પડવાની ઘટનાઓ જોવા મળશે તેવું પણ આગાહી કરનાર
અંબાલાલ પટેલે જણાવ્યું છે વધુ મા આગાહી કરતા કહ્યું કે, 10 મી જૂન સુધી હવામાન તોફાની બની શકે છે પંચમહાલ, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત સહિત ના વિસ્તારો મા વાવાઝોડું આવી શકે છે.
આ વાવાજોડા દરમિયાન પવન ની ગતિ 40 થી 45 ની રહેવાની અંબાલાલે આગાહી કરી છે અને તારીખ 15 જૂન પહેલા રાજ્યમાં દરિયામાં તોફાન સર્જાઈ તેવી શક્યતાઓ રહેલી છે. આ સિવાય તારીખ 8 થી લઈને 10 જૂનની આસપાસ દરિયો તોફાને છડે તેવી પણ શક્યતાઓ રહેલી છે. આ દરમિયાન જ દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ આવે તેવી શક્યતાઓ રહેલી છ. જૂન મહિનામાં પણ બેથી ત્રણ વાવાઝોડા સક્રિય થાય તેવી શક્યતાઓ રહેલી છે. તારીખ 18મી નવેમ્બર પછી પણ વાવાઝોડાનું સંકટ યથાવત રહી શકે છે. તારીખ 28મી મેથી લઈને 4 જૂન વચ્ચે ના સમય ગાળા દરમિયાન ફરી એકવાર અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાઇ શકે છે અંબાલાલ પટેલ ની આગાહી મુજબ આ વર્ષ ચોમાસુ 22 મી જૂન આસપાસ ગુજરાતમાં સંપૂર્ણ પણે ચોમાસુ ચાલુ થશે.
શહેરમાં મીની વાવાઝોડાથી વિસ્તારોમા અંધારપટ : 14 ઝાડ ધરાશયી
રવિવારે વડોદરાના વાતાવરણમા ઢળતી સાંજે અચાનક પલટો આવતા મીની વાવાઝોડું ટ્રાટક્યું હતું. વીજળી ના ઝબકારા સાથે વરસાદ તૂટી પડતા 15 થી 18 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા શહેર મા ઝાડ પડવાના બનાવથી ફાયરબ્રિગેડ દોડતું થયું. શહેરમાં સાંજે અચાનક 15 થી 18 કિમીની ઝડપે પવન ફૂંકાતાં 14 જેટલાં વૃક્ષો ધરાશાયી થયાં હતાં. શહેરના વારસિયા, રાવપુરા, માંજલપુર, ગોત્રી સહિત વિવિધ વિસ્તારોમાં રાત્રે ઝાડ પડવાની ઘટના થતાં ફાયરબ્રિગેડ દોડતું થયું હતું. માણેજા સ્થિત શિખર સોસાયટી, પ્રતાપનગર-સિંધવાઈ માતા રોડ સ્થિત શાંતિ પાર્ક સોસાયટી સહિતના સ્થળે વૃક્ષ પડ્યાં હતાં. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી.