સુરત: ઉધના મગદલ્લા રોડ પર અંબાનગર (Amba Nagar) પાસે રોકડિયા હનુમાનજીના(Rokadia Hanuman) મંદિરમાંથી (Temple) તસ્કરોએ ચાંદીના વાસણો, મુકૂટ અને ગદા તથા રોકડ મળી 50 હજારની ચોરી (Robery) કરી હોવાની ફરિયાદ ખટોદરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. આ ઘટનામાં પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી સીસીટીવી કેમેરાની મદદથી ગુનાનો ભેદ ઉકેલવાની તજવીજ હાથ ધરી છે.અંબાનગર ખાતે પથ્થરવાળી શેરીમાં રહેતા 44 વર્ષીય દીલીપભાઇ હરીભાઇ પટેલ ઉધના મગદલ્લા રોડ પર રોક઼઼ડિયા હનુમાનના મંદિરમાં પુજા પાઠ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના દ્વારા ખટોદરા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવામાં આવી છે. ગત 4 તારીખે રાત્રે અજાણ્યા ચોર મંદીરનો નકુચો તોડી અંદર પ્રવેશ કર્યો હતો. અને મંદીરમાં રહેલા ચાંદીના 42 નંગ ઘર, ચાંદીના 3 ઝુલા, ચાંદીના પગલા, ચાંદીની ગદા, ચાંદીના 3 મુકુટ, તથા મંદીરમાં રહેલી હનુમાનજીની મુર્તી આગળ પડેલા રોકડા 1700 રૂપિયા ચોરી કરી ગયા હતા. કુલ 50 હજારની મત્તાની ચોરી હનુમાનજીના મંદિરમાં કરી હોવાની ફરિયાદ ખટોદરા પોલીસે નોંધી વધારે તપાસ હાથ ધરી છે.
વરાછામાં આઈવીએફ ક્લિનિકમાં કાપડિયા પરિવારના ભંડોળના 7.20 લાખની ચોરી
સુરત: વરાછા ખાતે આઈવીએફ ક્લિનિક ચલાવતા ડો.રાકેશ પોતે કાપડિયા પરિવારમાં પ્રમુખ હતા. તેમને પ્રમુખ પદ છોડતા હિસાબના 7.20 લાખ રૂપિયા તેમની ક્લિનિકમાં મુક્યા હતા. દરમિયાન 5 તારીખે સવારે ટેબલના ડ્રોઅરમાંથી રોકડ રૂપિયા ગાયબ જણાતા તેમને વરાછા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી.પુણા કુંભારિયા રોડ પર સુવિધા રો હાઉસમાં રહેતા 49 વર્ષીય ડો.રાકેશભાઈ મનહરભાઈ કાપડિયા વરાછા ખાતે ભક્તિધામ એપાર્ટમેન્ટમાં આઈવીએફ સેન્ટર ક્રિષ્ના ક્લિનિકના નામથી ચલાવે છે. સાથે કાપડિયા પરીવાર તરીકે વર્ષ 1996 થી સુરતમાં સ્નેહમિલન કાપડિયા પરિવાર ચલાવે છે. જેમાં દસ વર્ષથી તેઓ પ્રમુખ હતા. ગત મે મહિનામાં તેમને પ્રમુખ પદ છોડી દીધું હતું. કાપડિયા પરિવારનું નાણાકીય ભંડોળ તેમની પાસે રહેતું હતું. છેલ્લા હિસાબના 7.20 લાખ રૂપિયા તેમની પાસે હતા.
વરાછા પોલીસે ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી
આ રૂપિયા તેમને ચારેક મહિના પહેલા તેમની ક્લિનિકમાં ટેબલના ડ્રોઅરમાં મુક્યા હતાં. ગત 2 તારીખે તેમને ડ્રોઅરમાંથી ભાડાના રૂપિયા લીધા ત્યારે આ 7.20 લાખ મુકેલા હતા. બાદમાં 5 તારીખે તેઓ ક્લિનિકમાં ગયા હતા. ત્યારે ડ્રોઅરમાં જોતા આ રૂપિયા ગાયબ હતા. પાંચેક દિવસ પહેલા જ તેમના ક્લિનિકમાં કામ કરતી લલીતાબેન રજા લઈને ગઈ હતી. લલીતાબેન ઉપર જ રહેતા હોવાથી તેમની જગ્યાએ આવતા બીજા ભાનુબેનને આ અંગે પુછ્યું હતું. ત્યારે લલીતાબેને ગઈકાલે ભાનુબેનને ઉપર સુઈ જવાનું કહ્યું હતું. અને લલીતાબેન ગઈકાલે રાત્રે ગામ ગયા હતા. ડોક્ટરે તેમની ક્લિનિકમાં કામ કરતી ભાનુબેન અને લલીતાબેન પર ચોરીની શંકા છે. જેથી વરાછા પોલીસે ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી છે.
અં