SURAT

VIDEO: સારોલી ચોકડી નજીક એમેઝોનના ગોડાઉન બહાર પાર્ક ટેમ્પો સળગાવી દેવાયા

સુરત: સારોલી ચોકડી નજીક એમેઝોનના (Amazon) ગોડાઉન બહાર પાર્ક બે ટેમ્પોમાં (Tempo) અજાણ્યો ઈસમ આગ (Fire) લગાડી ભાગી જતા ભાગદોડ મચી ગઇ હતી. ફાયરે જણાવ્યું હતું કે ઘટના મધરાત્રિની હતી. જોકે ટેમ્પો ખાલી હતા. આગ લગાડવા પાછળ નું કોઈ કારણ જાણી શકાયું નથી.

  • વોચમેને આગ લગાડનારને પકડવાની કોશિશ કરી પણ કાદવ-કિચડમાંથી ભાગી ગયો
  • વ્યક્તિગત એક જ માલિકીના બે ટેમ્પો સળગાવાયા

ફાયર વિભાગે જણાવ્યું હતું કે કોલ લગભગ રાત્રીના 12:25 નો હતો. બે ટેમ્પો સળગાવી દેવાયા હોવાની માહિતી મળતા જ મોરા ભાગળ ફાયર સ્ટેશનના જવાનોને તાત્કાલિક સ્થળ પર મોકલી દેવાયા હતા. આગ તો ગણતરીની મિનિટોમાં કંટ્રોલ કરી દેવાય હતી. જોકે કુલિંગ કામ લાંબો સમય ચાલ્યું હતું. આગ લગાડનાર વ્યક્તિની કોઈ ભાળ મળી ન હતી.

ધર્મેશ પટેલ (ફાયર ઓફિસર) એ જણાવ્યું હતું કે સારોલી ચોકડી નજીક એમેંઝોનનું ગોડાઉન આવેલું છે. એની બહાર એક બાજુએ 3 ટેમ્પા અને બીજી બાજુ 5 ટેમ્પા પાર્ક હતા. એ બન્ને સાઈડ પાર્ક વચ્ચેના ટેમ્પામાં કોઈ ટીખણખોર ઇસમે આગ ચાપી ભાગી ગયો હતો. જોકે ગણતરીની મિનિટમાં આગ પર કાબુ મેળવી લેવાયો હતો. ટેમ્પા ખાલી હતા. અને એક જ માલિકીના હોવાનું પાછળથી જાણવા મળ્યું હતું.

સુભાષ આહીર (હોમગાર્ડ) એ જણાવ્યું હતું કે અમે તો ચોકડી પર બેઠા હતા. અચાનક ધુમાડો નીકળતો જોઈ દોડ્યા તો વોચમેન બુમાબુમ કરી રહ્યો હતો. આગ લાગી હોવાની બુમરાણ વચ્ચે વોચમેને આગ લગાડનારને પકડવાની કોશિશ કરી પણ કાદવ-કિચડમાંથી ભાગી ગયો હતો. વ્યક્તિગત એક જ માલિકીના બે ટેમ્પો સળગાવાયા છે. એટલે એમ અનુમાન થાય કે ટેમ્પા ચાલકો વચ્ચેનો કોઈ ઝગડો આગ લગાડવા પાછળનું કારણ બની શકે છે. જોકે ઘટના સ્થળ પર CCTV હોવાનું પણ જાણવા મળ્યું છે. હાલ પોલીસ પણ તપાસ કરી રહી છે.

Most Popular

To Top