બીલીમોરા: (Bilimora) અમલસાડ-લુસવાડાની પી.વી. લખાણી ઈંગ્લીશ મીડીયમ સ્કુલનાં (School) વિદ્યાર્થીઓએ એબેસ મેન્ટલ મેથ્સની સ્પર્ધામાં રાષ્ટ્રીય એવોર્ડ (National Award) પ્રાપ્ત કર્યો હતો. બેંગ્લોર સ્થિત ક્યુબેટીક એજ્યુકેશન પ્રાઇવેટ લિમિટેડ સંસ્થા દ્વારા નેશનલ લેવલ મેન્ટલ એરિથમેટિક કોમ્પિટિશનનું મુંબઈ માટુંગાની ડોન બોસ્કો સ્કુલમાં કોમ્પિટેશન યોજાઈ હતી. જેમાં શાળાના ત્રણ વિદ્યાર્થીઓ ચેમ્પિયન બન્યા હતા.
- અમલસાડની સ્કુલના વિદ્યાર્થીઓને અબેક્સ- મેન્ટલ મેથ્સની સ્પર્ધામાં રાષ્ટ્રીય એવોર્ડ
- આ સ્પર્ધામાં શાળાનાં કુલ ૪૬ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેમાંથી ૦૭ વિદ્યાર્થીઓએ તૃતીય સ્થાન મેળવ્યું હતું
અમલસાડ-લુસવાડાની પી.વી. લખાણી ઈંગ્લીશ મીડીયમ સ્કુલનાં ઝીલ કૌશિકભાઈ પટેલ, પ્રથિત મનોજભાઈ પટેલ અને દર્શ ગૌતમકુમાર પટેલે રાષ્ટ્રીય કક્ષાએ ચેમ્પિયનશિપની ટ્રોફી મેળવી હતી. તેમજ ઋષભ હાર્દિકકુમારે સેકન્ડ રનર અપની ટ્રોફી મેળવી છે. આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓને આઠ મિનિટમાં ૨૦૦ જેટલા દાખલા સોલ્વ કરવાના હોય છે આ માટે બાળ વિદ્યાર્થીઓમાં એકાગ્રતા, સ્પીડ, એક્યુરેસી, ટાઈમ મેનેજમેન્ટ, મેમરી જેવા દરેક પાસાઓની જરૂર પડે છે. જેના માટે બાળકો સતત પ્રેક્ટિસ કરી રહ્યા હતા. કોચ પ્રશિક્ષક કૃતિકા પટેલે તેમને પ્રેક્ટિસ અને યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું.
આ સ્પર્ધામાં શાળાનાં કુલ ૪૬ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેમાંથી ૦૭ વિદ્યાર્થીઓએ તૃતીય સ્થાન મેળવ્યું હતું, ૧૦ વિદ્યાર્થીઓએ ચોથું સ્થાન મેળવ્યું હતું, ૦૭ વિદ્યાર્થીઓએ પાંચમું સ્થાન મેળવ્યું, ટોપ ૧૦ મેરીટમાં ૧૪ વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું હતું. શાળાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર શાળાનો એવોર્ડ મેળવ્યો છે. શિક્ષિકા કૃતિકા પટેલને સારી કામગીરી કરનાર કોર્સ ઇન્સ્ટ્રક્ટરની ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. શાળાના ટ્રસ્ટી પ્રમુખ કપિલદેવ તિવારી અને આચાર્ય સબાના ચાઉસે સૌને અભિનંદન પાઠવ્યા હતા.