સની દેઓલની ‘ઈન્ડિયન’ ફિલ્મનો સીન. સની દેઓલ ગુંડાને ગોળી મારી તેનો વધ કરે છે. ઉપરી અધિકારી સ્થળ ઉપર આવી સની દેઓલને કહે છે તુને ઈસે માર ડાલા યે હક તુમ કો કિસને દિયા. તુમ પુલીસ હો, જજ નહીં. ત્યારે દેઓલ કહે છે કે જબ કોઈ ગુંડા, મા પર બળાત્કાર કર રહા હો તો બેટા બાપસે પરમિશન લેને જાયેગા? નહીં વો ઉસે વહી માર દેગા. મેંને ભી એસા હી કિયા. મેરે લિયે મા ઔર માતૃભૂમિ એક હૈ. હવે આ લખવાનું કારણ શહેર અને જિલ્લામાં રખડતાં કૂતરાં અસંખ્ય લોકોને બાળકોને કરડે છે. મૃત્યુ પણ પામે છે.
કરોડોનો ખર્ચ થાય છે. રીઝલ્ટ ઝીરો. દર્દીને અસંખ્ય યાતના, હડકવાની રસી પાછળ કરોડોનું આંધણ, ખસીકરણ પાછળ અઢળક ખર્ચ. આ બધું ફક્ત જીવદયાવાળાની ખુશામત કરવા? રાજી રાખવા? એના કરતાં કૂતરાંઓને સીધો મૃત્યુદંડ આપવો સૌથી શ્રેષ્ઠ ઈલાજ છે. ન રહેગા બાંસ ન બજેગી બાંસુરી. કરોડોનો ખર્ચ અને ભયંકર યાતનામાંથી મુક્તિ મેળવવાનો આખરી અને શ્રેષ્ઠ વિકલ્પ છે. જીવદયા દર્શાવવાના બીજા હજારો રસ્તા છે જ.
સુરત – યશવંત મગનલાલ પારેખ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
મોબાઈલની મોંકાણ
મોબાઇલના અસ્તિત્વ પછી કેવી પરિસ્થિતનું નિર્માણ થયું છે તે અંગે ગાંધીજીના ત્રણ વાંદરાનું ઉદાહરણ ઘણું બધું કહી જાય છે.કેવી રીતે.જોઈએ.ગાંધીજીના ત્રણ વાંદરા હતા. મોબાઇલે ત્રણેયને મેળવીને એક બનાવી દીધા.માણસ જ્યારે મોબાઇલ હાથમાં લે છે ત્યારે-
નથી કોઈની સાથે બોલતો,
નથી કોઈની સામે જોતો અને
નથી કોઈનું સાંભળતો.
નરી વાસ્તવિકતા.
સુરત – સુરેન્દ્ર દલાલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.