મોદી સરકારના કાર્ય સામે કોઈ શંકા ન હોઈ શકે, પોતાના ઉપર આજ સુધી ભ્રષ્ટાચારનો કોઈ બનાવ સાબિત તો નથી થયો, પરંતુ એ પણ નકારી ન શકાય કે આ સરકારમાં લોકોમાં સતત ભયનું વાતાવરણ રહે છે. હાલમાં જ ફરીથી પાંચ, દશ અને સો રૂપિયાની નોટો અંગે બંધ થવાની વાતો આવી રહી છે.
લોકો પોતાની હાલતથી હજુ ઊભા થવાની કોશિષ કરે છે ત્યાં તો આવા સમાચાર સતત ભય હેઠળ મૂકી દે છે. સરકારની કોઈ એવી સલાહકાર સમિતિ હોવી જોઈએ જે તરત જ આવી વાતોનું સ્પષ્ટીકરણ કરે.લોકોનાં માનસ સમજવા અને લોકોને ભયમુક્ત રાખવા સરકારની જવાબદારી છે.
મોટા પ્રમાણમાં સોસિયલ મીડિયાનો ઉપયોગ અને એમાં આવતા સમાચારની ઝીણવટભરી અને તાત્કાલિક અસર દૂર કરવા સરકારે વિચારવું પડશે. એ પણ નકારી ન શકાય કે સોસિયલ મીડિયા પરિણામો પણ ખૂબ જ ઝડપથી થાય છે. આપણે આશા રાખીએ કે આવા કોઈ પણ સમાચારોનું સ્પષ્ટીકરણ સરકાર તરફથી તરત જ મળે, જેથી લોકો ભયથી દૂર રહે.
સુરત – જિજ્ઞેશ બક્ષી- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.