નવસારી : અલુરા ગામ પાસે (Alura village) બીમારી કે ઠંડીના (cold) કારણે અજાણ્યા (Unknown) આધેડનું મોત (Death) નીપજ્યાનો બનાવ મરોલી પોલીસ મથકે નોંધાયો છે. મળતી માહિતી મુજબ, જલાલપોર તાલુકાના અલુરા ગામ પાસેથી એક અજાણ્યા ઇસમ (ઉ.આ 40 થી 45) મૃત હાલતમાં મળી આવ્યો હતો. જેથી દેલવાડા ગામના અમિત પટેલે મરોલી પોલીસ મથકે જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશનો કબજો લઈ પી.એમ. અર્થેની તજવીજ હાથ ધરી છે. જ્યારે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ પી.એસ.આઈ. એમ.પી. સોલંકીએ હાથ ધરી છે. અજાણ્યો આધેડનું કોઈ બીમારી કે ઠંડીના કારણે મૃત્યુ થયું હોવાનું જણાયું હતું. જે છેલ્લા ત્રણ-ચાર મહિનાથી રોડ ઉપર અર્ધનગ્ન હાલતમાં રખડતો-ભટકતો હતો અને રાત્રીના સમયે ગમે ત્યાં સુઈ જતો હોવાનું જાણવા મળ્યું હતું.
- નવસારીમાં લઘુત્તમ તાપમાનમાં વધુ એક ડિગ્રી વધીને 19 ડિગ્રી નોંધાયું
- મહત્તમ તાપમાન ત્રણ ડિગ્રી વધીને 35.5 ડિગ્રી નોંધાયું
નવસારીમાં લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી નોંધાતા ઠંડીમાં ગરમીનો અહેસાસ
નવસારી : નવસારીમાં લઘુત્તમ તાપમાનમાં વધુ એક ડિગ્રી વધીને 19 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે મહત્તમ તાપમાન ત્રણ ડિગ્રી વધીને 35.5 ડિગ્રી નોંધાતા નવસારીમાં ઠંડીને બદલે ગરમીનો અહેસાસ થયો હતો. નવસારીમાં ગત સોમવારે લઘુત્તમ તાપમાન 12.5 ડિગ્રી નોંધાતા ઠંડીનો ચમકારો વધ્યો હતો. પરંતુ ત્યારબાદથી લઘુત્તમ તાપમાનમાં સતત વધારો થઇ રહ્યો છે. આજે શનિવારે લઘુત્તમ તાપમાન વધુ એક ડિગ્રી વધ્યું હતું. જ્યારે મહત્તમ તાપમાન 3 ડિગ્રી વધતા ઠંડીને બદલે ગરમીનો અહેસાસ થયો હતો. શનિવારે લઘુત્તમ તાપમાન 1 ડિગ્રી વધીને 19 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે મહત્તમ તાપમાન 3 ડિગ્રી વધતા 35.5 ડિગ્રી નોંધાયું હતું. સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 67 ટકા હતું. જે બપોરે બાદ ભેજનું પ્રમાણ ઘટીને 35 ટકા જેટલું નીચું રહ્યું હતું. જ્યારે દિવસ દરમિયાન 5.1 ડિગ્રી નોંધાયું હતું.