Charchapatra

ઓન લાઈન રેલ્વેની ટિકીટ હશે તો જ વૈકલ્પિક વિમાનો લાભ?

ભારતીય રેલ્વેએ મુસાફરી ટિકીટ પર વૈકલ્પિક વીમાના નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે જો કોઇ વ્યક્તિ તેના બાળકની ટ્રેનની મુસાફરી દરમિયાન અડધી ટિકિટ ખરીદે છે તો તે વૈકલ્પિક વિમા યોજનાનો લાભ તેને નહીં મળે. IRCTCએ 1 એપ્રિલથી રેલ્વે પેસેન્જર ઓપ્શનલ ઇન્સ્યોરન્સનું પ્રતિ પ્રિમીયમમાં 45 પૈસા કર્યું છે. જે પહેલાં 35 પૈસા હતા. (10 પૈસાનો વધારો થયો). રેલ્વે પેસેન્જર ઓપ્શનલ ઇન્સ્યો. સ્કીમનો લાભ ફકત ઇ-ટિકીટ બુક કરાવનારા મુસાફરોને જ મળશે એટલે કે રેલવે ટિકીટ કાઉન્ટર, ખાનગી રેલ બુકિંગ કાઉન્ટર કે બ્રોકર્સ પાસેથી ખરીદેલી ટિકીટ પર વીમા યોજનાનો લાભ નહીં મળે.

ગરીબ માણસ માટે રેલવેનું ભાડું પણ મોંઘું પડતું હોય છે ત્યારે તે વધારાના પૈસા બચાવવા માટે તે રેલવે ટિકીટ કાઉન્ટર, ખાનગી રેલ બૂ.કા. કેબ્રોકર્સ પાસેથી ન ખરીદી વધારાનો ખર્ચ બચાવે છે ત્યારે તેઓ ભારતીય રેલવેના આ બેવડા કાયદાકીય ધોરણથી અજાણ હોય તેઓ સ્વખર્ચે-સ્વજોખમે મુસાફરી કરી રહ્યાનું જ્ઞાન કે ભાન હોતું જ નથી.એ બાળકોએ શું ગુનો કર્યો કે તેની અડધી ટિકીટ પર વિમા યોજનાનો લાભ નહીં મળે? ભારતીય રેલ્વે મિનીસ્ટ્રી કોઇ પણ પ્રકારની ટિકીટ ધારકને વૈકલ્પિક વિમા યોજનાનો લાભ મળે તે ફેર વિચારણા કરે અને ગરીબોને તેનો લાભ આપી સૌનો સાથ સૌનો વિકાસને સાર્થક કરે.
સુરત              – પરેશ ભાટિયા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top