વર્ષોથી સુરતમાં પ્રથમ કાપડ બનતું હતું અને તે હવે કરોડો મીટર બને છે. સુરતમાં શરૂઆતથી જ ઘરે-ઘરે કાપડ બનાવતાં મશીનો ચાલતાં હતાં તે સુરતીઓનો ગ્રહ ઉદ્યોગ હતો. સુરતના કાપડની ભારતભરમાં માંગ રહેતી હતી ત્યારે વેપારીઓ સુરતના ઘરે ઘરેથી કાપડ ખરીદવા આવતા હતા. આજે સુરતના કાપડ ઉત્પાદકોએ કાપડ વેપારીઓની દુકાને દુકાને વેચવા જવું પડે છે.
બદલાયેલા સમયમાં વસ્તી વધી અને તેની સાથે નવી પેઢી આવતા ધંધાઓમાં ભાગીદારી પણ વધી. બીજા ધંધામાંથી નવા નવા વેપારીઓ કાપડ ઉદ્યોગમાં આવતા ગયા અને ઉત્તરોત્તર પ્રોડક્શન પણ વધતું ગયું. હાલમાં એક તરફ હાઇટેક મશીનોના કારણે ઓવર પ્રોડક્શન તો છે જ અને સરકાર વધુ ટેક્સટાઇલ પાર્ક ઉભા કરવા માગે છે તો તેનું ઉત્પાદન પણ વધશે તો એ કાપડ ક્યાં વેચીશું? આપણે ત્યાં આપણું ઉત્પાદન એટલું વધારે છે કે આપની 140 કરોડની વસ્તીના વપરાશ પછી પણ વધે છે.
આપણી એક્સપોર્ટ પોલીસી ચીન જેવી પાવરફુલ નથી તેથી કાપડ ઉત્પાદકોને વારંવાર મંદીનો સામનો કરવો પડે છે. આપણે આપણા વપરાશમાં આવતી અબજો રૂપિયાની ઘટતી ઘણી વસ્તુઓ વિદેશોથી આયાત કરવી પડે છે તેવી જ રીતે આપણે આપણું વધતું કાપડ દુનિયાના દેશોમાં નિકાસ કરવું જોઈએ તે મોટા પાયે થઈ શકતું નથી. હાલ સરકારે ટેક્સટાઇલના નવા પાર્કો ઊભા કરવાની કોઈ જ જરૂર નથી. ખેતી પછી કરોડો લોકોને રોજગાર આપતો બીજા નંબરનો આ કાપડ ઉદ્યોગ ભયંકર મંદીમાં સપડાયેલો છે. કામદારો બેકાર થઇ રહ્યાં છે અને તેને મફત અનાજ મેળવવા મજબુર થવું પડે તે પહેલાં મરવા પડેલા કાપડ ઉદ્યોગને સંજીવની આપો.
સુરત – વિજય તુઈવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.