દેશમાં આજે વિપક્ષી રાજકીય પક્ષો દ્વારા આગામી ચૂંટણીઓને કારણે ઓબીસીની જાતિય મતોની ચર્ચાઓ વ્યાપક સ્તરે દેશમાં ચાલી રહી છે તેવા સમયે આવા રાજકીય પક્ષોએ દેશના વિકાસની નીચેની નોંધપાત્ર ઘટનાઓની પણ નોંધ લેવાની જરૂર છે. આજે ભાજપે ચૂંટણીમાં જીતવા ઓબીસીની ચિંતા કરવી પડે છે એ બીજી બાજુ પોતાના મૂળ વિચાર રાષ્ટ્રવાદ અને વિકાસવાદની પણ બેવડી ચિંતા કરવી પડે છે. જ્યારે વિપક્ષો માત્ર એકલી જાતિય મતોના તૃષ્ટિકરણોની ચિંતા કરે છે. (1) દેશનું ઈલેસકટ્રીક વેટીકળ માર્કેટ વર્ષ 2030 સુધીમાં 16 લાખ કરોડ રૂપિયાનું થનાર છે. (2) ભારતીય મેડીકલ સ્નાતકોએ અમેરિકા અને કેનેડા સહિતના દેશોમાં પ્રેક્ટીસ કરી શકે છે. (3) તાજેતરમાં દેશનાં 11 રાજ્યો માટે વિશિષ્ટ સગવડોવાળી 9 વંદેભારત ટ્રેનો વડા પ્રધાન શ્રી દ્વારા લીલી ઝંડી અપાતા દેશમાં હાલ કુલ 25 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો દોડી રહેલ છે. વર્ષ 2030 સુધીમાં આ વંદેભારત ટ્રેનોની સંખ્યા 800 થનાર છે. (4) આપણો દેશ ગ્રીન હાઈડ્રોજનોના વિશ્વનો સૌથી મોટો વિકાસકાર બનનાર છે.
(5) આપણા દેશના મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રમાં વૈશ્વિક કંપનીઓ 30000 કરોડ રૂપિયાનું રોકાણ કરનાર છે. (6) અમદાવાદ-મુંબઈની બુલેટ ટ્રેન માટે જર્મન કંપની 7 કિ.મી. લાંબી દેશની પહેલી હાઈસ્પીડ સી ટનલ બનાવશે. (7) આપણો દેશ વર્ષ 2027માં વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનનાર છે તેવું અર્થશાસ્ત્રીનું માનવું છે. (8) દેશના 6.4 લાખ ગામડાંઓને ઈન્ટરનેટથી જોડવામાં આવનાર છે. (9) આપણો દેશ શેરબજારમાં 14 ટકા રીટર્ન આપનાર એશિયાનો એક માત્ર દેશ બનેલ છે. (10) વિખ્યાત ઓટોમોબાઈલ કંપની મારૂતિ સુઝુકી વર્ષ 2030 સુધીમાં 40 લાખ કાર બનાવી શકશે. (11) દિલ્હી એરપોર્ટના ટર્મીનલ-1ના વિસ્તરણ દ્વારા વર્ષના 10 કરોડ મુસાફર આવી શકે તેવું વિશ્વનું સૌથી વ્યસ્ત એરપોર્ટ બનનાર છે. (12) નવી મુંબઈમાં દેશનું સૌથી મોટું આઈકોનીક એરપોર્ટ બનનાર છે. જેનું 70 ટકા રનવે તૈયાર પણ થયેલ છે.
અમદાવાદ – પ્રવીણ રાઠોડ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે
અનામત એકને ગોળ એકને ખોળ
અનામતનો કાયદો એટલે એકને ગોળ અને એકને ખોળ. આજે અનામતના કાયદાનો મિશ્ર પ્રતિભાવ છે. લોકસભા-વિધાનસભામાં મહિલાઓને 33 ટકા અનામત કરી. આ રાજકારણ છે, શિક્ષણ અને નોકરીના ક્ષેત્રમાં અનામત છે તેમાં 49 ટકા સીટ અનામત છે. બીજા મેનેજમેન્ટ કવોટામાં જાય છે તો શું અન્ય મધ્યમ વર્ગે શું કાંઇ ગુનો કર્યો છે. આ દેશમાં જન્મ લઇને કે પછી એમના છોકરાઓને પરદેશ ભણવા જવાનું? અને મેનેજમેન્ટ કોટામાં એડમિશન માટે દેવું કરીને છોકરાઓને શિક્ષણ આપવાનું. આ વોટ બેન્કની નીતિ કયારે બંધ થશે. આમાં લાયક વિદ્યાર્થીના ભવિષ્યને તાળાં લાગી જાય છે. આ રાજનીતિ કયાં સુધી? કેમ આ વર્ગ શું વોટ નથી આપતી? આનો કોઇ ઉકેલ છે તંત્ર પાસે?
સુરત – તૃષાર શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે