વડોદરા: શહેરમાં 4 વર્ષીય બાળકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થતા પરિવારમાં શોક સાથે તબીબ સામે આક્રોશ વ્યક્ત કરાયો હતો. પરિવારજનોએ તબીબો સામે ગંભીર આક્ષેપો કરીને તેની સામે યોગ્ય કરવામાં આવે તેવી માંગ ઉચ્ચારી છે. નાગરવાડા નવીધરતી રાણાવાસમાં રહેતા એક રાણા પરિવારના ચાર વર્ષના બાળકની તબિયત નાદુરસ્ત હોવાથી સ્વજનો તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. જ્યાં બાળકને 22 દિવસ સુધી સારવાર માટે દાખલ રખાયો હતો. દરમિયાન અનેક રિપોર્ટ પણ કઢાવ્યા હતા. એકાએક તેનું મોત થતા પરિવારજનોમાં ગમગીની સાથે તબીબો સામે આક્રોશ જોવા મળ્યો છે.
પરિવારના સભ્યો દ્વારા પોલીસ મથકે તબીબ વિરુદ્ધ અરજી કરી કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી તબીબ સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉચ્ચારાઈ હતી.મૃતક બાળકોના સ્વજનો સોમવારે બેનર અને પોસ્ટર સાથે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. સંગમ વિસ્તારની સત્વ હોસ્પિટલના તબીબો ની બેદરકારીના કારણે 4 વર્ષીય બાળકનું મોત નીપજ્યું હોવાના આક્ષેપ સાથે હોસ્પિટલનું લાયસન્સ રદ કરવા સહિત તબીબ સામે કાર્યવાહીની માંગણી કરી છે.