ગયા બુધવારે રામચરણ સાથેની િકયારા અડવાણીની ફિલ્મનું હૈદ્રાબાદમાં ગ્રાન્ડ લોન્ચિંગ થયું. આ લોન્ચિંગને ગ્રાન્ડ બનાવવા રામચરણના પિતા ચિરંજીવી ઉપરાંત, રણવીર સીંઘ, એસ.એસ. રાજામૌલી પણ હાજર હતા. આ ફિલ્મ એસ. શંકરના દિગ્દર્શનમાં બનવાની છે. રણવીર સીંઘ કે જે શંકરની ૨૦૦૫ ની તમિલ સાયકોલોજીલ થ્રીલર ‘અન્નિયન’ની હિન્દી રિમેકમાં કામ કરી રહ્યો છ. તે હાજર રહેવાથી કિયારાનો વટ વધી ગયો હતો. રામચરણઅને કિયારા ‘વિનય વિધેયા રામા’માં પણ કામ કરી રહ્યા છે. કિયારા તે દિવસે ગ્રાન્ડ લોન્ચિંગ પછી બોલી કે મારી ઉત્તેજનાનો પાર નથી અને મારુ હૃદય શંકર જેવા દિગ્દર્શક માટે અહોભાવ અનુભવે છે.
કિયારા અડવાણી અત્યારે ફૂલ મૂડમાં છે. સિધ્ધાર્થ મલ્હોત્રા સાથેની ‘શેરશાહ’ સફળ ગયા પછી પોતાની ફિલ્મોમાં લેવા ઘણા નિર્માતા ઉત્સુક છે પરંતુ તે ઉતાવળ કરવા માંગતી નથી. સારા વિષયો હોય તો સારું બેનર હોય તો જ તૈયાર થાય છે. હવે તેને લાગે છે કે અખતરા કરવાનો સમય પૂરો થયો. ‘કબીર સીંઘ’, ‘ગૂડ ન્યૂઝ’ પછી ‘ઇન્દુ કી જવાની’માં કામ કર્યું તો કર્યું પણ હવે પ્રેક્ષકોની અપેક્ષા વધી ગઇ હોય ત્યારે ગમે તેવી ફિલ્મો ન લેવાય. તેની પાસે અત્યારે પાંચ ફિલ્મો છે જેમાંની ‘જૂગ જૂગ જીયો’ તો બની ચુકી છે પણ ‘ભુલ ભુલૈયા-2’ અને રામચરણ સાથેની ફિલ્મના શૂટિંગ ચાલી રહ્યા છે. હવે પટકથાકાર ને દિગ્દર્શકો તેની ભૂમિકા વધારવા મથી રહ્યા છે.‘સત્યનારાયણ કી કથા’ અને ‘મિસ્ટર લેલે’ પર ફ્રેશ લુક સાથે કામ થઇ રહ્યું છે. આશુતોષ ગોવારીકરની ‘કર્રમ કુર્રમ’માં તે દેખાવાની છે કે જે લિજજત પાપડ ઉદ્યોગન કેન્દ્રમાં રાખી બનવાની છે.
યુવા હેમામાલિનીનું લુક ધરાવતી કિયારા અડવાણી અત્યાર સુધી હિન્દી ઉપરાંત તમિલ, તેલુગુ માટે ય કામ કરતી હતી અને હવે પણ કરશે. કારણકે ત્યાંની ફિલ્મો હવે ૩-૪ ભાષામં બને છે. ને મેકિંગનું લેવલ બદલાઇ ગયું છે. કિયારા એ વાતની પણ કાળજી રાખે છે કે તેની ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રજૂ ન થાય. ત્યાં રજૂ થાય તો પ્રભાવ ગુમાવી દે છે. અલબત્ત તેની ‘લસ્ટ સ્ટોરીઝ’ નેટફલિકસ પર જ રજૂ થયેલી પણ તે તો ૨૦૧૮ માં હવે તેએવું કરતી નથી.
કિયારાની બ્યુટીમાં એક પ્રકારનું ઘરેલુંપણું છે, સાદગી છે ને તેથી પ્રેક્ષકોમાં ખાસ ઇમ્પેકટ મુકે છે. અક્ષયકુમાર સાથેની ‘લક્ષ્મી’ નિષ્ફળ ગઇ તો પણ હવે જરા સાવધાનીથી તે ચાલી રહી છે પણ ‘ફગલી’થી આજ સુધીની યાત્રા કાપી ચુકેલી કિયારા જાણ છે કે તેણે દિપીકા, આલિયા, તાપસી વગેરે વચ્ચે ઊભા રહેવાનં છે. તે ઇચ્છે કે કોરોના પછીના સમયમાં તે પોતાને એ રીતે સ્પેશિયલ માને છે કે તેણે પ્રેક્ષકોને થિયેટરમાં લાવવાનાં છે. તે કંગના કે તાપસીની રીતે સ્ત્રી કેન્દ્રી ફિલ્મોનું વિચારતી નથી પણ પ્રેક્ષક ફિલ્મ જોવા આવે ત્યારે કિયારા પરથી નજર ન હટાવે એટલું જરૂર વિચારે છે. મૂળ મુંબઇની છે ને સિંધી બિઝનેસમેનની દિકરી છે તો આટલું વિચારે જ ને! કિયારાનું નામ આલિયા હતું પણ સલમાને કહેલું કે‘અંજાના અંજાની’માં પ્રિયંકા ચોપરાનું નામ કિયારા છે તે તું રાખ. બસ, ત્યારથી આલિયા બનેલી કિયારા હવે તેના નામને ચકચકિત રાખવા માંગે છે.