World

ટાઇટન સબમરીનમાં બેસી ટાઇટેનિકનો ભંગાર જોવા ગયેલા તમામ 5 અબજોપતિઓના મોત

નવી દિલ્હી: ટાઇટન સબમરીનમાં (Titan Submarine) સવાર તમામ પાંચ લોકોના કરૂણ મોત થયા છે. આ વાતની પુષ્ટિ કરતા સબમરીન ઓપરેટિંગ કંપની ઓશનગેટે શ્રદ્ધાંજલિ આપી છે. સબમરીનમાં સવાર તમામ લોકો ડૂબી ગયેલા ટાઈટેનિક (Titanic) જહાજના કાટમાળને જોવા માટે ઊંડા સમુદ્રમાં ગયા હતા, જ્યાં તેમનો સંપર્ક તૂટી ગયો હતો.

ગઈ તા. 18મી જૂને ઓશનગેટ કંપનીની આ સબમરીન પ્રવાસ માટે નીકળી હતી, પરંતુ શરૂઆતના 2 કલાકમાં જ સંપર્ક તૂટી ગયો હતો. અહેવાલ અનુસાર તપાસ ટીમને ટાઈટેનિક જહાજ પાસે ગુમ થયેલી સબમરીનનો કાટમાળ મળ્યો છે. યુએસ કોસ્ટ ગાર્ડના જણાવ્યા અનુસાર સબમરીનનો કાટમાળ મળ્યા બાદ નિષ્ણાતોની ટીમે તપાસ શરૂ કરી છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે સબમરીનનો ભંગાર કેનેડાના જહાજમાં તૈનાત માનવરહિત રોબોટે શોધી કાઢ્યો છે. ટાઇટન સબમરીન પર સવાર પાંચેય લોકો જાણીતા અબજોપતિ હતા. તેમાં ઓશનગેટના સીઈઓ સ્ટોકટન રશ, પ્રિન્સ દાઉદ અને તેમના પુત્ર સુલેમાન દાઉદ, હેમિશ હાર્ડિંગ અને પોલ-હેનરી નરગીઓલેટનો સમાવેશ થાય છે.

ગઈ તા. 18 જૂનના રોજ, અમેરિકન કંપની ઓશનગેટની આ સબમરીન ટાઇટેનિકના કાટમાળને બતાવવા માટે તેની યાત્રા પર નીકળી હતી. ભંગાર સુધી પહોંચવા, ત્યાં ફરવા અને પછી પાછા આવવા માટે ટાઇટેનિકનો પ્રવાસ લગભગ આઠ કલાક ચાલે છે. ટાઇટેનિકના કાટમાળની નજીક જતા બે કલાક લાગે છે. ચાર કલાક સુધી સબમરીન ભંગારની આસપાસનો વિસ્તાર બતાવે છે. જે બાદ પરત ફરવામાં પણ લગભગ બે કલાક લાગે છે.

અચાનક ગુમ થઈ ગયેલી આ સબમરીનને શોધવી સરળ ન હતી. યુએસ કોસ્ટ ગાર્ડના પ્રવક્તાએ કહ્યું હતું કે આ ખૂબ જ મુશ્કેલ બચાવ કામગીરી રહી છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, આ સર્ચ ઓપરેશનમાં સર્ચ ટીમને સૌથી મોટી સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો તે પાણીમાં વિઝનની હતી. ખરેખર લાઈટ પાણીની નીચે બહુ જતી નથી, જ્યારે સબમરીન લગભગ 3 કિલોમીટર નીચે હતી, આવી સ્થિતિમાં સર્ચ ટીમને સ્પષ્ટ જોવામાં ઘણી મુશ્કેલી પડી રહી હતી.

ટાઈટેનિક પાસે પહોંચે તે પહેલાં સબમરીન રસ્તામાં ગૂમ થઈ ગઈ હતી
સમુદ્રની 12,500 ફૂટ ઊંડાઈમાં ટાઈટેનિકના કાટમાળને જોવા જવામાં આઠ કલાકનો સમય લાગે છે, ત્યાં ફરવું અને પાછા આવવું. જવા માટે બે કલાક લાગે છે. ચાર કલાક સુધી સબમરીન ટાઇટન રેકની આસપાસ ફરે છે. જે પછી પહોંચવામાં લગભગ બે કલાક લાગે છે. આવી સ્થિતિમાં, જ્યારે ટાઇટન 18 જૂને પ્રવાસ પર નીકળ્યું, ત્યારે લગભગ દોઢથી બે કલાક પછી તેનો કંટ્રોલ સિસ્ટમ સાથેનો સંપર્ક તૂટી ગયો. એટલે કે જે સમયે સબમરીનનો સંપર્ક તૂટી ગયો હતો, તે સમયે તે કાટમાળની નજીક પહોંચવાની તૈયારીમાં હશે. પરંતુ તે પહેલા જ તે રસ્તાની વચ્ચે જ અચાનક ગુમ થઈ ગઈ હતી.

યુએસ કોસ્ટ ગાર્ડને આઠ કલાક પછી મેસેજ મળ્યો
આશ્ચર્યજનક રીતે, યુએસ કોસ્ટ ગાર્ડને સંપર્ક તૂટી ગયાના લગભગ આઠ કલાક પછી એલર્ટ મળ્યો. એલર્ટ મળતાની સાથે જ યુએસ કોસ્ટ ગાર્ડે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. યુએસ કોસ્ટ ગાર્ડના પ્રવક્તાનું કહેવું છે કે આ બચાવ કામગીરી ખૂબ જટિલ છે. માલિકની પત્ની ટાઈટન પોતે બે વખત કાટમાળ જોવા ગઈ છે સબમરીનની ઓશનગેટ કંપનીના માલિક અને સબમરીનના પાઇલટ સ્ટોકટન રશની પત્ની વેન્ડીનું ટાઇટેનિક જહાજ સાથે ખાસ જોડાણ છે. વેન્ડીના પરદાદા ઇસિડોર અને પરદાદી ઇડા સ્ટ્રોસે પ્રથમ વર્ગના મુસાફરો તરીકે ટાઇટેનિક જહાજમાં મુસાફરી કરી હતી. આ અકસ્માતમાં બંનેના મોત થયા હતા. વેન્ડીનું આ જોડાણ તેને બે વાર ટાઇટેનિકના ભંગાર તરફ લઈ ગયું છે. તે પોતાની સબમરીનમાં બે વખત ટૂર પર ગઈ છે. વેન્ડીએ વર્ષ 1986માં સ્ટોકટન સાથે લગ્ન કર્યા હતા. સ્ટોકટને આ કંપની વર્ષ 2009માં શરૂ કરી હતી. વેન્ડી હાલમાં કંપનીની કોમ્યુનિકેશન ડિરેક્ટર પણ છે.

Most Popular

To Top