રણબીર કપૂર અને આલિયા ભટ્ટ (Ranbir Kapoor And Aliya Bhatt) આ દિવસોમાં તેમની આગામી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ના પ્રમોશનમાં (Promotion) વ્યસ્ત છે. દરમિયાન આલિયા ભટ્ટ પણ ગર્વ સાથે તેના બેબી બમ્પને (Baby Bump) ફ્લોન્ટ કરી રહી છે. હાલમાં જ આલિયા ભટ્ટનો એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થયો હતો જેમાં તેણે પોતાનો શરારા-કુર્તા બતાવ્યો હતો. આ શરારાની ખાસ વાત એ હતી કે તેના પર તેણે ‘બેબી ઓન બોર્ડ’ (Baby On Board) લખાવ્યું હતું. આલિયાનો આ સુપરક્યૂટ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તેની સાથે પતિ રણબીર કપૂર અને કો-સ્ટાર મૌની રોય પણ હતા. ‘બ્રહ્માસ્ત્ર’માં અમિતાભ બચ્ચન (Amitabh Bachhan) પણ મહત્વના રોલમાં છે. આ સાથે ફિલ્મમાં શાહરૂખ ખાનનો કેમિયો પણ છે.
- બ્રહ્માસ્ત્રના પ્રમોશનમાં આલિયા ભટ્ટે તેના ગુલાબી શરારા પર લખાવ્યું ‘બેબી ઓન બોર્ડ’
- આલિયાનો આ સુપરક્યૂટ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે
- ‘બ્રહ્માસ્ત્ર’માં અમિતાભ બચ્ચન પણ મહત્વના રોલમાં, શાહરૂખ ખાનનો કેમિયો પણ
- ‘બ્રહ્માસ્ત્ર’ 9 સપ્ટેમ્બર 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે
ઉલ્લેખનીય છે કે ‘બ્રહ્માસ્ત્ર’ 9 સપ્ટેમ્બર 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આલિયા ભટ્ટ તેના પતિ રણબીર કપૂર, નિર્માતા કરણ જોહર, મૌની રોય અને નાગાર્જુન સાથે ફિલ્મના પ્રમોશન માટે હૈદરાબાદ પહોંચી હતી. આલિયાએ ગુલાબી રંગનો શરારા-કુર્તા સૂટ પહેર્યો હતો. આ સૂટની પાછળ ‘બેબી-ઓન-બોર્ડ’ કેપ્શન લખેલું હતું. ઈવેન્ટમાં હાજર દરેક વ્યક્તિએ ટૂંક સમયમાં થનારી માતા આલિયા ભટ્ટ માટે ખુશી વ્યક્ત કરી હતી. આલિયા ભટ્ટના ચહેરા પર પ્રેગ્નેન્સી ગ્લો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો.
વેસ્ટર્ન અને એથનિક બંને પોશાક માટે જાણીતી આલિયા ભટ્ટ તેના ગુલાબી દેશી પોશાકમાં શાનદાર દેખાતી હતી. સ્ટાર કપલ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર આ દિવસોમાં ‘બ્રહ્માસ્ત્ર’ના પ્રમોશન માટે અલગ-અલગ શહેરોમાં ફેન્સને મળી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આલિયા-રણબીરે 14 એપ્રિલ 2022ના રોજ લગ્ન કર્યા હતા. લગ્નના બે મહિના બાદ આલિયાએ પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરીને ચાહકોને ચોંકાવી દીધા હતા.