મુંબઈ: બોલિવુડની (Bollywood) અભિનેત્રી આલિયા ભટ્ટ (AaliaBhatt) પર દુ:ખોનો પહાડ તુટી પડ્યો છે. આલિયાના ખૂબ જ નજીકના વ્યક્તિનું મૃત્યુ થયું છે. છેલ્લાં કેટલાંક દિવસોથી બિમાર આલિયાના નાના નરેન્દ્ર રાજદાનનું (NarendraRajdanDeath) આજે મોત થયું છે.
આલિયા ભટ્ટના નાના નરેન્દ્ર રાઝદાનનું નિધન થયું છે. તેમણે ગુરુવારે 93 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ છેલ્લા ઘણા દિવસોથી બીમાર હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બધાને આશા હતી કે તેઓ સ્વસ્થ થઈને ઘરે આવશે, પરંતુ આવું થઈ શક્યું નહીં.
નાનાના મૃત્યુ પર આલિયાએ એક વીડિયો શેર કરીને તેમને યાદ કર્યા. આલિયા ભટ્ટ તેના દાદા નરેન્દ્ર રાઝદાનની નજીક હતી. જ્યારે 93 વર્ષીય નરેન્દ્ર રાઝદાનની તબિયત બગડી ત્યારે આલિયાએ તમામ શિડ્યુલ કેન્સલ કરીને તેમની સાથે રહેવાનો નિર્ણય કર્યો હતો. નાનાના અવસાન બાદ અભિનેત્રીએ તેમનો એક વીડિયો શેર કર્યો હતો.
વીડિયોમાં નરેન્દ્ર રાઝદાન પોતાનો જન્મદિવસ મનાવતા જોવા મળી રહ્યા છે. આ સાથે તેઓ આલિયાને હંમેશા હસવાની સલાહ આપતા હતા. આલિયાએ વીડિયો શેર કરતાં લખ્યું, 93 વર્ષ સુધી ગોલ્ફ રમ્યા. 93 વર્ષની ઉંમર સુધી કામ કર્યું. શ્રેષ્ઠ આમલેટ બનાવી. શ્રેષ્ઠ વાર્તાઓ કહી. મારી દીકરી સાથે રમ્યા. ક્રિકેટને પસંદ કર્યું. સ્કેચિંગનો શોખ હતો અને પરિવારને પણ ખૂબ પ્રેમ આપ્યો. જીવનની છેલ્લી ક્ષણ સુધી તેઓ પોતાના જીવનને પ્રેમ કરતા હતા. મારું હૃદય દુઃખથી ભરેલું છે પણ હું ખુશ છું કે મારા દાદાએ અમને બધાને ખુશીથી જીવવાનું શીખવ્યું. ફરી મળીશું.
સોની રાઝદાને પોસ્ટ શેર કરી
આલિયા ભટ્ટ ઉપરાંત તેની માતા સોની રાઝદાને પણ સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરીને પિતાના મૃત્યુની માહિતી આપી હતી. પોસ્ટ શેર કરતી વખતે સોનીએ લખ્યું કે પાપા ફરી મળીશું.
આલિયા ભટ્ટની પોસ્ટ પર સેલેબ્સની પ્રતિક્રિયા આપી
ઘણા સેલેબ્સે આલિયા ભટ્ટના નાનાની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી. કરણ જોહરે લખ્યું, તમને ખૂબ બધું આલિંગન. મસાબા ગુપ્તાએ લખ્યું, અમે બધા તને આલિયા પ્રેમ કરીએ છીએ. રિદ્ધિમા પંડિતે આલિયાને હૃદય દોરીને હિંમત આપી.