મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ(Alia Bhatt) અને રણબીર કપૂર(Ranbir Kapoor)નાં ઘરે પારણું બાંધવા જઈ રહ્યું છે. નાના મહેમાનથી ઘરે ગુંજી ઉઠશે. હાલમાં આલિયા તેની પ્રેગ્નન્સી(Pregnancy) માણી રહી છે. અભિનેત્રીએ તેમના લગ્નના બે મહિના પછી આ વર્ષે જૂનમાં ગુડ ન્યૂઝ શેર કર્યા હતા. આલિયાની ડિલિવરી(Delivery) નવેમ્બરના અંતમાં અથવા ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં ગમે ત્યારે થઈ શકે છે.
મુંબઈની આ હોસ્પિટલમાં આલિયા ભટ્ટની ડિલીવરી થશે
પિંકવિલામાં પ્રકાશિત અહેવાલો અનુસાર, આલિયા ભટ્ટ નવેમ્બરના અંતિમ દિવસોમાં અથવા ડિસેમ્બરની શરૂઆતમાં તેના પ્રથમ બાળકને જન્મ આપશે. જો તેના નજીકના સૂત્રોનું માનીએ તો, અભિનેત્રીની ડિલિવરી માટે તેનું નામ હોસ્પિટલમાં નોંધાયેલું છે અને તેના નામે એક રૂમ બુક કરવામાં આવ્યો છે. જો રિપોર્ટ્સનું માનીએ તો આલિયા HN રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં પોતાના બાળકને જન્મ આપશે. તમને જણાવી દઈએ કે આ હોસ્પિટલ મુંબઈના ગિરગામમાં છે. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે બાળકના જન્મ પછી, આલિયા ભટ્ટ તેના કામમાંથી લાંબો બ્રેક લેવા જઈ રહી છે અને લગભગ એક વર્ષ સુધી તેના બાળક સાથે સંપૂર્ણ સમય વિતાવશે.
આલિયાએ સોશિયલ મીડિયા પર શેર કરી હતી ગુડ ન્યુઝ
તમને જણાવી દઈએ કે અભિનેત્રીએ સોશિયલ મીડિયા દ્વારા પોતાની પ્રેગ્નન્સીની વાત કરી હતી. આલિયાએ આ વર્ષે એપ્રિલમાં અભિનેતા રણબીર કપૂર સાથે લગ્ન કર્યા હતા. તસવીરની સાથે આલિયા ભટ્ટે લખ્યું, “અમારું બાળક… જલ્દી આવી રહ્યું છે…” આલિયાએ હોસ્પિટલમાંથી એક તસવીર શેર કરી જેમાં તે સોનોગ્રાફી ટેસ્ટ કરાવી રહી હતી જ્યારે રણબીર કપૂર તેના બેડ પાસે બેઠો હતો. આલિયા ભટ્ટ અને રણબીર કપૂર 2018માં બ્રહ્માસ્ત્રના સેટ પર મળ્યા બાદ એકબીજાના પ્રેમમાં પડ્યા હતા.
હાલમાં જ આલિયાની બેબી શાવર સેરેમ યોજાઈ
હાલમાં જ આલિયા અને રણબીર કપૂરે તેમના ઘરે બેબી શાવર સેરેમની પણ કરી હતી. આ કાર્યક્રમમાં આલિયા અને રણબીરના પરિવારના સભ્યોએ હાજરી આપી હતી. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર તેના બેબી શાવરની તસવીરો પણ શેર કરી છે. આ દરમિયાન આલિયાએ પીળા રંગનો સિમ્પલ ડ્રેસ પહેર્યો હતો અને આ ડ્રેસમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. તેમજ ખૂબ જ ખુશ દેખાઈ રહી હતી, જેની ઝલક તેના ચહેરા પરની ચમકના રૂપમાં સ્પષ્ટ જોઈ શકાય છે.