SURAT

સપાટી 336 ફૂટને પાર થતાં ઉકાઈ ડેમ એલર્ટ લેવલ પર પહોંચ્યો

સુરતઃ ઉકાઈ ડેમના (Ukai Dam) ઉપરવાસમાં ચાલુ વર્ષે સિઝનના પહેલા સ્પેલમાં જ વરસાદે (Rain) ધમધમાટી બોલાવતા ડેમમાં પાણીની આવકમાં સડસડાટ વધારો થયો હતો. હાલ ડેમની સપાટી રૂલ લેવલથી વધારે લઈ જવાતા ડેમ એલર્ટ લેવલે (Alert level) પહોંચી ગયો છે. ડેમમાં 5931.71 એમીએમ પાણીના સ્ટોરેજ સાથે 80 ફુટ ભરાયો.

તાપી નદી ચાલું વર્ષે લોકોને સતત બે કાંઠે વહેતી જોવા મળી રહી છે. જેનું કારણ ઉકાઈ ડેમમાંથી સતત છોડવામાં આવી રહેલું પાણી છે. ઉકાઈ ડેમનો મોટા ભાગનો હિસ્સો મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં આવેલો છે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં આવેલા ઉકાઈ ડેમના કેચમેન્ટમાં ચાલું વર્ષે ભારે વરસાદને પગલે ડેમમાં પાણીની આવક સતત ચાલું રહી હતી. જેને કારણે ડેમમાં પાણીનો મોટો જથ્થો આવતા 6 હજાર એમસીએમ જેટલું પાણી સિઝનમાં ડેમમાંથી છોડવામાં આવ્યું છે. હવે ડેમમાં ધીમી ધારે પાણીની આવક થઈ રહી છે. અત્યારે ડેમનું રૂલ લેવલ 335 ફુટ છે. જે આગામી 15 સપ્ટેમ્બર સુધી રહેશે. 16 સપ્ટેમ્બરથી રૂલ લેવલ 340 ફુટ રહેશે. હાલ ડેમની સપાટી 337 ફુટ નજીક પહોંચી છે. એટલે ડેમ 80 ટકા ભરાતા હાલ એલર્ટ લેવલે પહોંચ્યો છે.

ડેમ ભરવાનો હઠાગ્રહ સપ્ટેમ્બરમાં ભારે નહી પડે તો સારૂં
ઉકાઈ ડેમનું રૂલ લેવલ 335 ફુટ હોવા છતાં હાલ ડેમને ધીમે ધીમે રૂલ લેવલથી ઉપર લઈ જવામાં આવી રહ્યો છે. 15 સપ્ટેમ્બર બાદ ડેમનું રૂલ લેવલ 340 ફુટે પહોંચશે. ઉપરવાસમાં જો 15 સપ્ટેમ્બર પહેલા ફરી ભારે વરસાદ પડે અને ડેમમાં પાણીનો મોટો જથ્થો આવે તો લોકો માટે મોટી આફત ઉભી થઈ શકે છે.

ઉકાઈ ડેમની સપાટીના સ્ટેજ

  • સ્ટેજ લેવલ સ્ટોરેજ(એમસીએમ)
  • વોર્નિંગ 331. 43 5190
  • એલર્ટ 336. 34 5931
  • હાઈએલર્ટ 340. 84 6773
  • ડેન્જર 345 7414

હાઈએલર્ટ લેવલ:
ધીમે ધારે વધી રહેલા ઉકાઈ ડેમની સપાટીમાં વધારો થઈ રહ્યો છે. ઉકાઈ ડેમની સપાટી હાલ એલર્ટ લેવલે પહોંચી ગઈ છે. મળતી માહિતી મુજબ ડેમમાં 5931.71 એમીએમ પાણીના સ્ટોરેજ સાથે 80 ફુટ ભરાયો છે. જ્યારે ડેમમાં પાણીના સ્ટોરેદ 84.6773 થશે ત્યારે તેનું સ્ટેજ લેવલ 340 ફૂટ સાથે હાઈ એલર્ટ લેવલ પર પહોંચી જશે. કહેવામાં આવ્યું છે કે 15 સપ્ટેમ્બર બાદ ડેમનું રૂલ લેવલ 340 ફુટે પહોંચશે.

Most Popular

To Top