National

રામમંદિર પર આતંકી હુમલાની આશંકા, અયોધ્યામાં હાઈ એલર્ટ

અયોધ્યા: હાલ અયોધ્યામાં (Ayodhya) રામ મંદિરની (RaamMandir) પ્રાણ પ્રતિષ્ઠા માટે પુર જોશે તૈયારીઓ ચાલી રહી છે. દરમિયાન પોલીસ તંત્રને રામ મંદિરના ઇન્ટેલિજન્સ ઇનપુટમા (Intelligence Input) છેડછાડની માહિતી પ્રાપ્ત થઇ હતી. તેમજ દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે આઇએસઆઇ(ISI)ના સ્લીપર સેલને ઝડપી પાડ્યો હતો. જેને રામ મંદિર અને અક્ષરધામ મંદિર ઉપર હુમલો કરવાના આદેશ મળ્યા હતા. આ જાણકારી પ્રાપ્ત થતા જ અયોધ્યાનું સમગ્ર પોલીસ તંત્ર દોડતું થયું છે. તેમજ સિક્યુરીટી વધુ ચુસ્ત કરવામાં આવી છે.

ઇનપુટ મુજબ કેટલાક લોકો અયોધ્યા સુરક્ષાને ક્ષતિ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. જેથી સાવચેતી રાખવામાં આવી રહી છે. આગામી 22 જાન્યુઆરીએ રામ મંદિરનું ઉદ્ઘાટન થવાનું છે. જેમાં ઘણા VVIP હાજરી આપવાના છે. હાલમાં દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ISIના ‘ISIS’ સ્લીપર સેલ મોડ્યુલનો પર્દાફાશ કર્યો હતો. તેમજ યુપી અને દિલ્હીમાંથી આતંકવાદીઓની ધરપકડ કરી હતી. તેમની પૂછપરછ દરમિયાન ખુલાસો થયો હતો કે તેમને અક્ષરધામ મંદિર અને રામ મંદિર પર હુમલાનું ટાસ્ક આપવામાં આવ્યો હતો. આ ઇનપુટ યુપી પોલીસ સાથે પણ શેર કરવામાં આવ્યા હતા.

ધરપકડ કરાયેલા આતંકવાદીઓનો હેન્ડલર ફરહતુલ્લા ઘોરી હતો. જે ભારતમાંથી ભાગીને પાકિસ્તાનમાં છુપાયેલો હતો. ફરહતુલ્લા ઘોરી ગુજરાતના અક્ષરધામ મંદિર પર હુમલાનો માસ્ટરમાઈન્ડ હતો. 2002માં ઘોરીએ હૈદરાબાદમાં એસટીએફ ઓફિસ પર આત્મઘાતી હુમલો કર્યો હતો. ત્યાર બાદ હૈદરાબાદનો રહેવાસી ફરહતુલ્લા ઘોરી ભારતમાંથી ભાગીને પાકિસ્તાનમાં છુપાઈ ગયો છે. ભારત સરકારે ફરહતુલ્લાને ડેઝિગ્નેટેડ આતંકી જાહેર કર્યો છે.

22મી જાન્યુઆરીએ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે
અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ કાર્યને અંતિમ રૂપ આપવામાં આવી રહ્યું છે. મંદિરમાં સ્થાપિત થનારી રામલલાની મૂર્તિની માંથી ત્રણ મૂર્તિઓ લગભગ તૈયાર છે. ત્રણમાંથી એક મૂર્તિની પસંદગી આ મહિને એટલે કે ડિસેમ્બરમાં થઈ શકે છે. તેમજ મંદિરમાં રામલલાના 5 વર્ષના બાળ સ્વરૂપની મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરી 2024ના રોજ પોતાના હસ્તે રામલલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે.

ત્રણ માળના રામ મંદિરના ભોંયતળિયાનું બાંધકામ ડિસેમ્બરના અંત સુધીમાં પૂર્ણ થશે. તેમજ 22 જાન્યુઆરીએ અભિષેક સમારોહ યોજાશે. દરમિયાન રામ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસ જી મહારાજે જણાવ્યું કે 15 જાન્યુઆરીથી 24 જાન્યુઆરી સુધી ધાર્મિક વિધિઓ યોજાશે.

Most Popular

To Top