ભરૂચ: ભરૂચ LCB પોલીસે (Police) નર્મદા બ્રિજ પરથી વલસાડ (Valsad) પાર્સિંગની કારમાં (Car) ત્રણ શખ્સોને દારૂ (Alcohol) સહિત રૂ.૧૬.૦૮ લાખનો મુદ્દામાલ ઝડપી પાડી ત્રણ શખ્સોને વોન્ટેડ (Wanted) જાહેર કર્યા છે. ભરૂચ LCB પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી એ વેળા બાતમી મળી હતી કે “સફેદ કલરની બ્રેઝા ફોરવ્હીલર ગાડી નં-GJ-૧૫,CJ-૨૫૯૩ની વિદેશી દારૂ ભરીને અંકલેશ્વર બાજુથી નર્મદા બ્રિજ ઉપર થઈને ભરૂચ આવે છે. આ ગાડીનું પાયલોટીંગ એક મર્શડીસ ફોરવ્હીલ ગાડી નં-GJ-૦૧ KQ-૯૯૯૮ કરે છે. સમગ્ર ઘટનાથી નર્મદા બ્રિજ ઉપર વોચ ગોઠવી દીધી હતી. પોલીસે બાતમીવાળી બંને કારને પકડી હતા, પોલીસને કારમાંથી વિદેશી દારૂની 232 બોટલ કિંમત 80,400નો મુદ્દામાલ મળ્યો હતો.
પોલીસે કાર સાથે દિવ્યેશ હરેશભાઈ કાલરીયા, રાજેન્દ્રભાઈ હીરાભાઈ મિસ્ત્રી અને રોહન ઉર્ફે થીનો મનહરભાઈ ઠાકોરને ઝડપી લીધા હતા. પોલીસને અંગ જડતીમાં 12,410 રૂપિયા મળ્યા હતા. પોલીસે બંને કાર મળી રૂ.16 લાખથી વધુનો મુદામાલ ઝડપી પાડ્યો હતો. પોલીસે વિદેશી દારૂનો જથ્થો મોકલનાર અને મંગાવનાર જીગ્નેશ ઉર્ફે જીગો કિરીટભાઈ પરીખ, પંકજ સોનવણે અને કિશન ચુડાસમાને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે.
પોલીસની નાકાબંધી જોઈ બોરલાઈ પાસે દારૂ ભરેલી કાર મૂકી ચાલક ભાગી ગયો
ઉમરગામ : પોલીસની નાકાબંધી જોઈ ભીલાડ નજીક બોરલાઈ માર્ગ પર દારૂ ભરેલી ઈનોવા મૂકી કારચાલક નાસી ગયા હતો. પોલીસે ઇનોવા કાર અને રૂપિયા ૧૦૫૦૦૦ લાખનો દારૂનો જથ્થો કબજે લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત પોલીસ સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ ભીલાડ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ તથા પોલીસ કર્મીઓ સોમવારે નાઇટમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે મળેલી બાતમીના આધારે બોરલાઈ ચાર રસ્તા જાહેર રોડ ઉપર નાકાબંધી કરી સેલવાસ નરોલીથી દારૂનો જથ્થો ભરી આવતી એક ઇનોવા કાર નંબર જીજે-૦૪-બીઈ ૮૯૨૭ ને લાકડી વડે ટોચના અજવાળે ઈશારો કરતા કાર ચાલકે દૂરથી જ પોલીસને જોઈ કાર મૂકી અંધારાનો લાભ લઈ કાર મૂકી નાસી ગયો હતો. કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બોટલો નંગ ૩૨૪ કિંમત રૂપિયા ૧૦૫૦૦૦ નો જથ્થો મળી આવ્યો હતો. ભીલાડ પોલીસે દારૂનો જથ્થો તથા રૂપિયા ૬ લાખની કિંમતની કાર કબજે લઈ કારના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.