સાપુતારા: (Saputara) ડાંગ જિલ્લા એલસીબી (LCB) સ્ટાફનાં કર્મીઓએ આહવાનાં ઘોઘલી ગામમાંથી ઇકો અને સ્વીફ્ટ કારમાં (Car) લઇ જવાતા દારૂના (Alcohol) જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો હતો. પોલીસે 4,70,505 નો મુદ્દામાલ જપ્ત કરી કર્યો હતો તેમજ 5 ને વોન્ટેડ જાહેર ર્ક્યા હતા.
- ડાંગ જિલ્લા એલસીબીએ બે કારમાંથી દારૂના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો, 5 વોન્ટેડ
- આઈ ટેન કાર યુ-ટર્ન લઇ ઘોઘલી ગામ તરફ ભગાડી લઇ જવાઇ
- પાછળ ઇકો ગાડી તથા આઈ ટેન કાર હોવાથી સ્વીફ્ટ કાર રોડની સાઇડમાં ઉતરી ફસાઇ ગઇ હતી
- પોલીસે દારૂની 821 બોટલ, બે કાર મળી કુલ 4,70,505 નો મુદ્દામાલ જપ્ત કર્યો
પ્રાપ્ત વિગતો અનુસાર, ડાંગ જિલ્લાનાં એસ.પી.યશપાલ જગાણિયાનાં માર્ગદર્શન હેઠળ ડાંગ એલ.સી.બી. પી.એસ.આઈ. જયેશ વળવીએ જુગાર અને દારૂબંદીને ડામવા માટે સઘન પેટ્રોલિંગ હાથ ધર્યુ હતું. તે દરમ્યાન ડાંગ જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે, ઇકો ગાડી નં. GJ-19-AM-6536 તથા સ્વીફ્ટ કાર નં. G.J-06-FQ-4857 અને એક આઈ ટેન કારમાં પરમીટ વગરનો દારૂનો જથ્થો ભરી ઘોઘાલી ગામમાંથી પસાર થવાની બાતમીના આધારે આહવા તાલુકાના ઘોઘલી ફાટકથી ઘોઘલીગામ તરફ જતાં રોડ પર પોલીસની ગાડી જોઈને સ્વીફટ કારના ચાલકે પોતાની ગાડી પાછળ વાળવાનો પ્રયત્ન કર્યો હતો.
પાછળ ઇકો ગાડી તથા આઈ ટેન કાર હોવાથી સ્વીફ્ટ કાર રોડની સાઇડમાં ઉતરી ફસાઇ ગઇ હતી અને સ્વીફ્ટ કારમાં સવાર 2 ઈસમો કાર છોડી નાસી છૂટ્યા હતા. તેમજ ઇકો ગાડીમાંથી પણ એક ઈસમ નાસી છૂટ્યો હતો. આઈ ટેન કાર યુ-ટર્ન લઇ પરત ઘોઘલી ગામ તરફ ભાગી ગઈ હતી. પોલીસે ઇકો ગાડીમાંથી મનીષ ઈશ્વર પટેલ (રાહે.રોહીણીગામ, લાખણ ફળીયું ,તા.પારડી જી.વલસાડ)ની ધરપકડ કરી હતી. તેમજ ઇકો ગાડી અને સ્વીફ્ટ કારમાંથી અલગ અલગ બ્રાન્ડનો ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો કુલ બોટલ નંગ -821 જેની કિં.રૂ.85,505 તથા મોબાઇલ નંગ-03 જેની કિં.રૂ.35,000 તથા ફોર વ્હીલ નંગ 2 જેની કિં.રૂ.3,50,000 મળી કુલ કિં.રૂ.4,70,505 નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો. હાલમાં આહવા પોલીસે આ અંગેનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વોન્ટેડ આરોપીઓ
મયુર (રહે.ડોકમઢી, સેલવાસ) 2. પ્રિયાંક પટેલ (રહે.તબાંડીગામ,ગામ.મોટી તંબાડ, તા.પારડી) 3. મુન્નાભાઇ (રહે.સેલવાસ) 4. અનિલ હળપતિ ( રહે.સેલવાસ) અને એક અજાણ્યો ઇસમ