મધ્યપ્રદેશમાં (Madhya Pradesh) દારૂના શોખીનો માટે સારા સમાચાર છે. એમપીના રાજ્ય મંત્રી પરિષદે આગામી નાણાકીય વર્ષ માટે નવી આબકારી નીતિ 2022-23 ( New Excise Policy) અને હેરિટેજ વાઇન નીતિ 2022 ને મંજૂરી આપી છે. આ નવી પોલિસીથી જ્યાં આલ્કોહોલ (Alcohol) સસ્તો થશે ત્યાં વાઈન અને વ્હિસ્કીના શોખીનો માટે માર્ગ વધુ મોકળો થશે. ખાસ વાત તો એ છે કે આ પોલિસી હેઠળ ધનાઢ્ય લોકોને પોતાના ઘરમાં બાર (Bar) ખોલવાની મંજૂરી મળી શકે છે.
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં નવી દારૂની નીતિને મંજૂરી આપવામાં આવી છે. જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ગેરકાયદેસર અને બિન-માનક દારૂના ઉત્પાદન, પરિવહન, સંગ્રહ અને વેચાણને અસરકારક રીતે નિયંત્રિત કરી શકાશે. નવી દારૂની નીતિમાં લોકોને ઘરે જ બાર બનાવવાની છૂટ આપવામાં આવી છે. હોમ બાર લાયસન્સ પર વાર્ષિક 50,000 રૂપિયાની લાયસન્સ ફી હશે. તે તે લોકો માટે પાત્ર હશે જેમની કુલ વ્યક્તિગત આવક ઓછામાં ઓછી એક કરોડ રૂપિયા છે.
મિટિંગમાં લેવાયેલ નિર્ણય મુજબ ખેડૂતો દ્વારા ઉત્પાદિત દ્રાક્ષનો ઉપયોગ કરીને રાજ્યમાં બનતા વાઈન પર કોઈ ડ્યુટી નહીં લાગે. નવી નીતિમાં દારૂના છૂટક વેચાણ દરમાં લગભગ 20 ટકાનો ઘટાડો કરીને તેને વ્યવહારિક સ્તરે લાવી શકાય છે. તમામ જિલ્લાની દેશી-વિદેશી દારૂની દુકાનો પર નાના-નાના એક જૂથ પ્રમાણે કાર્યવાહી કરી શકાશે. આ નીતિને કારણે ગેરકાયદેસર દારૂના વેચાણ માટેની સ્થિતિ સર્જાશે નહીં તેવું માનવામાં આવી રહ્યું છે.