Charchapatra

દારૂ અને દેહવ્યાપાર

દારૂ અને દેહવ્યાપાર એક બીજાના પૂરક છે, દારૂ અને દેહવ્યાપાર બંને પર પ્રતિબંધ છે, છતાં દેહવ્યાપાર અને દારૂ માટે શું લખવું? દારૂ પર પ્રતિબંધ છે કારણ કે નાનાથી લઈને મોટા હોદ્દેદારોની હપ્તાની એટલી આવક છે. જો ગુજરાતમાં દારૂબંધી હટાવી દેવામાં આવે તો સરકારને ટેક્સની આવક પણ વામણી લાગે. જે પ્રમાણે માસૂમ બાળકી ઓ અને તરુણીઓ સાથે છેડખાની થાય છે, બાળકીઓમાં ગર્ભિત ડરનું પોષણ થાય છે તે એક ચિંતા નો વિષય છે.

કેટલાક બુદ્ધિજીવો ના કહેવા મુજબ જે વિસ્તારમાં દેહવ્યાપારનું બઝાર ન હોય એ વિસ્તારમાં ગલીએગલીએ અંદરખાને દેહબજારની દુકાન ખુલી જાય છે. આ બગડતી જતી પરિસ્થિતિ રોકવા જો કોઈ પુખ્તવયની યુવતી પોતાની મરજીથી દેહવ્યાપાર કરતી હોય તો શા માટે તેઓને દેહવ્યાપાર કરતા રોકવી જોઈએ? શું સરકારે તો તેઓને લાઇસન્સ આપવું ન જોઈએ? તમામ મેડિકલ સારવાર ફ્રીમાં આપવી ન જોઈએ? સંસદમાં પોર્ન, શાળાનાં બાળકોનાં મોબાઈલમાં, શિક્ષકના દિમાગમાં પોર્ન અને ત્યાં પાછું સેક્સ એજ્યુકેશનનાં નામ પર ભણતરની બૂમાબૂમ, ક્યાં જશે દેશનું ડામાડોળ ભવિષ્ય?
સુરત     – કિરણ સૂર્યાવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

શિક્ષકની નોકરી હવે અધરી છે
શાળા ખુલી ત્યારથી ભણાવવા સિવાય ઍડમિશન ફોર્મને રજીસ્ટર પછી યુડાઇસની કામગીરી અપડેટ કરી, પછી શિષ્યવૃત્તિ, આધારકાર્ડ અને રેશનકાર્ડ લિંકની કામગીરી આવીએ હજુ ચાલુ હતું ત્યાં ઈ-કેવાયસી એ જન્મ લીધો. ત્યાં તો દિવાળી પછી અચાનક સ્વચ્છતા વાળા મહેમાન બનીને આવ્યા અને તાત્કાલિક ફરજિયાત શિક્ષકોને સ્વચ્છતાનાં બ્રાન્ડ એમ્બેસેડર બનાવી દીધા. હજુ તો આ કામ ચાલુ છે ત્યાં તો વળી અપાર આઈડી એ જન્મ લીધો. તેની સાથે સાથે ગુણોત્સવ કાર્યક્રમમાં રાજકીય અને સરકારી સગાવ્હાલા મહેમાન બને.

ને ઇન્સપેક્શન તો ગમે ત્યારે આવે. આમાં વચ્ચે સ્પર્ધાઓ, નશામુક્તિ સપ્તાહ ઉજવણી, વૃક્ષા રોપણ સપ્તાહની ઉજવણી, સાઈબર ક્રાઇમ સપ્તાહ, શરદ શિયાળુ રમતોત્સવ, ખેલ મહાકુંભ, કલા મહાકુંભ, યુવક મહોત્સવ, વિજ્ઞાનમેળોને દરમહિને એકમ કસોટી, (આ રૂપક્ડાં નામ તળે નરી વેઠ ઉતરે) અને સહ અભ્યાસ સાથે. નિબંધની નોટ, પ્રયોગ પોથી, નકશાપોથી, એસાઈમેન્ટ ને હોમવર્ક ચેક કરવાનું. આ બધુ કરવું કેવી રીતે તે ખબર નથી પડતી. આ બધા ડેટા ઓન લાઈન કરવાના! જે શો કર્યો એના ફોટા પાડવાના. શિક્ષક તરીકે નોકરી લાગી છે કે ક્લાર્ક તરીકેની? અને વળી પાછું આ બધું કરતાંય જ્યારે સાહેબો આવે ત્યારે ખખડાવી જાય તે નફામાં લાગે છે, શિક્ષકો હવે જન-સુવિધા કેન્દ્ર પણ ચલાવે છે! રીઝલ્ટ જો ઓછુ આવે તો મરો શિક્ષકનો. શિક્ષકનો સમય મહત્ત વેડફાઈ રહ્યો છે.
સુરત     – મુકેશ બી. મહેતા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top