Madhya Gujarat

અલારસાના યુવકે પત્નીની જાણ બહાર વિદેશમાં લગ્ન કરી લીધા

આણંદ : બોરસદ તાલુકાના અલારસા ગામે રહેતા ચાર વરસ પહેલા વિદેશ ગયા બાદ ત્યાં બીજા લગ્ન કરી લીધાં હતા અને અલારસા રહેલી તેની પત્નીને છુટાછેડા આપી તેના પિતાના ઘરે જતાં રહેવા ધમકાવી હતી. ખંભાતના વત્રા ગામે રહેતા પૂનમભાઈ પ્રજાપતિની દિકરી હેમુબહેનના લગ્ન 2008માં અલારસા મુકામે રહેતા અનીલ રેવનદાસ પ્રજાપતિ સાથે થયાં હતાં. આ લગ્ન જીવનમાં એક દિકરો આરૂષ (ઉ.વ.11)નો જન્મ પણ થયો હતો. અનીલને વિદેશ જવું હોવાથી ખર્ચ પેટે રૂ. પાંચ લાખ રૂપિયા પિયરમાંથી લાવવા હેમુબહેનને દબાણ કરતો હતો. તેની સાથે સસરા, જેઠ – જેઠાણી પણ મ્હેણાં ટોણા મારી ત્રાસ આપતા હતાં.

આખરે આ અંગે પિયરમાં વાત કરતાં રૂ. ત્રણ લાખની મદદ કરી હતી. બાદમાં 2017માં અનીલ એકવાડોર ગયો હતો. જોકે, વિદેશ ગયા બાદ થોડા સમયમાં હેમુબહેનને બોલાવી લેવા કહ્યું હતું. પરંતુ વિદેશ લઇ જતો નહતો અને ફોન પર તે કહેવા લાગ્યો હતો કે, હું તને વિદેશ નહીં લાવવાનો અને મેં અહીં બીજા લગ્ન કરી લીધા છે. હવે મારે તારી જરૂર નથી. આ ઉપરાંત સાસરિયા પણ વારંવાર તુ અમારા ઘરેથી જતી રહે અને અનીલને છુટાછેડા આપી દે. તેમ કહેતાં હતાં. જ્યારે 23મી નવેમ્બર,20ના રોજ હેમુબહેનને પિયર મોકલી આપ્યાં હતાં. અનિલે ફોન કરી જણાવ્યું કે, મેં અહીં બીજા લગ્ન કરી લીધા છે, હવે મારે તારી દિકરી હેમુબહેનની જરૂર નથી. તમારે હેમુને બીજા જ્યાં પરણાવવી હોય ત્યાં પરણાવી દેજો. તેવું હેમુબહેનના પિતાને જણાવી ત્રાસ આપવા લાગ્યો હતો. આ અંગે ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે પતિ ઉપરાંત સસરા રેવનદાસ પ્રભુદાસ, જેઠ નીલેશ, જેઠાણી શીલ્પાબહેન સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top