વડોદરા : મહાનગરપાલિકા ખાતે આગામી શુક્રવારના રોજ સ્થાયી સમિતિની બેઠક મળનાર હોય તેમાં છાણી ગામમાં પ્રવેશ પાસે બનાવવામાં આવેલા ફુડ શોપ 11મી વખત સયાજીપુરા રાત્રી બજાર ની દુકાનોની હરાજી, શહેરના ગેડા સર્કલ થી મનીષા ચોકડી ના નવા ફ્લાયઓવર બ્રિજ નડતરરૂપ હયાત સર્વિસીસ સ્થળાંતર કામગીરીની ટેન્ડર ની દરખાસ્ત ભલામણ આવી છે. રોડ પ્રોજેક્ટ ,આરોગ્ય શાખા, સ્ટ્રીટ લાઈટ વિભાગ, પાર્કિંસ એન્ડ ગાર્ડન શાખાના કામો સહિતની દરખાસ્તો મુકવામાં આવનાર છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા કોર્પોરેશન દ્વારા છાણી ગામના પ્રવેશ દ્વાર ખાતે 10 ફૂડ દુકાનો બનાવવાની આવી છે. અગાઉ મિનિમમ અપસેટ વેલ્યુ 1.20 લાખ તથા ડિપોઝીટ 1.20 લાખ નક્કી કરી હતી ત્રણ વખત જાહેરાત છતાં કોઈ પ્રતિસાદ મળ્યો ન હતો. કેટલાક ઇજારદારો એ પ્રતિમાસ પાંચ હજારનો ભાડે દુકાનો મેળવવા લેખિત રજૂઆત કરી છે.
જેથી ત્રણ વર્ષની મુદત માટે વાર્ષિક ભાડા માટેની મિનિમમ 84 હજાર તથા ડિપોઝિટની રકમ 84 હજાર કરી છે. 3-3 વખત જાહેરાત કરવા છતાં પ્રતિસાદ ન મળતા 4 થી વખત સ્થાયી માં દરખાસ્ત મુકવામાં આવી હતી. જોકે કોંગ્રેસના કોર્પોરેટર એ હાઇકોર્ટના આદેશનું પાલન કરવા માગણી કરી હતી. શહેરના આજવા રોડ ખાતે સયાજીપુરા રાત્રી બજાર બનાવવામાં આવ્યું છે 11મી વખત 35 દુકાન ધરાવતું રાત્રી બજાર ને જાહેરાત આપવા છતાં કોઈપણ પ્રકારનો પ્રતિસાદ મળ્યો ન હતો. જો કે છેલ્લા કેટલાક વખતથી પાલિકા દ્વારા તેનો ખર્ચ ઉપાડવામાં આવી રહ્યો છે. દુકાન ખાલી હોવાથી કોઈપણ પ્રકારની આવક પાલિકાને થતી નથી.
અગાઉ પણ પાલિકાએ ફૂડ કોર્ટ કરવાની પણ જાહેરાત કરી હતી. છેલ્લા કેટલાક વખતથી રાત્રી બજાર નો ઉપયોગ ન થતાં ખંડેર અવસ્થામાં જોવા મળી રહી છે થોડા દિવસ અગાઉ ઝાડી-ઝાંખરા પણ ઉગી નીકળ્યા હતા તે પાલિકા દ્વારા તેને કાઢી નાખવામાં આવ્યા હતા. જોકે પાલિકાનો કારેલીબાગ ખાતે આવેલું રાત્રી બજાર સફળ થયું છે. જોકે આજવા રોડ ખાતે સૂચન વગર રાત્રી બજાર બનાવતા તેના માટે કોઈપણ દુકાનો લેવા માટે તૈયાર થતું નથી .જેથી રાત્રી બજાર ની અપસેટ અને ડિપોઝીટ વેલ્યુ ઘટાડી ફરી સ્થાયી સમિતિમાં દરખાસ્ત મૂકી છે. વડોદરા શહેર ગુજરાત રાજ્યનો સૌથી મોટો ફ્લાયઓવર બની રહ્યો છે ત્યારે સરકાર દ્વારા 100 કરોડો રૂપિયાની આપવાની જાહેરાત કરી છે. ગેંડા સર્કલ થી મનીષા ચોકડી સુધીના નવા ફ્લાયઓવર બ્રિજ ના કામે નડતરૂપ સર્વિસીસ સ્થળાંતર ની કામગીરી ચુકવણી મંજૂરી આપવાની ભલામણની સ્થાયી સમિતિ માં મુકાઈ છે.