SURAT

અજમેરના ઉર્ષ માટે રેલવે સુરત-મદાર સહિત પાંચ જોડી સ્પેશિયલ ટ્રેનો દોડાવશે

સુરત: પશ્ચિમ રેલવે અજમેરના (Ajmer) વાર્ષિક ઉર્સ તહેવાર નિમિત્તે રેલવે સુરત-મદાર સહિત પાંચ જોડી સ્પેશિયલ ટ્રેનો (Special Train) દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે. બાન્દ્રા ટર્મિનસ મદાર સ્પેશિયલ 28 મી જાન્યુઆરીના રોજ બાન્દ્રાથી સાંજે 19.25 વાગે રવાના થશે અને બીજા દિવસે બપોરે 14.20 મદાર પહોંચશે. તેવીજ રીતે મદાર-બાન્દ્રા એક્સપ્રેસ ટ્રેન 27 જાન્યુઆરીના રોજ રાત્રે 23.10 વાગે મદારથી રવાના થશે અને બીજા દિવસે સાંજે 17.05 વાગે પહોંચશે. ર તેવીજ રીતે બાન્દ્રા-દૌરાઈ સ્પેશિયલ ટ્રેન 29 જાન્યુઆરીના રોજ બપોરે 15.45 વાગે બાન્દ્રાથી રવાના થશે અને બીજા દિવસે બપોરે 12 વાગે દૌરાઈ પહોંચશે. તેવીજ રીતે દૌરાઈ-બાન્દ્રા એક્સપ્રેસ 28 જાન્યુઆરીના રોજ સાંજે 20.05 વાગે રવાના થશે અને બીજા દિવસે બપોરે 13.10 વાગે બાન્દ્રા પહોંચશે.

સુરત અને મદાર વચ્ચે અલગ-અલગ દિવસોએ બે ટ્રેનો દોડશે. એક ટ્રેન 26 મી તારીખે સુરતથી રાત્રે 23.50 વાગે રવાના થશે અને બીજા દિવસે બપોરે 13.35 વાગે મદાર પહોંચશે. તેજ ટ્રેન મદારથી 27 મી જાન્યુઆરી રોજ સાંજે 18.40 વાગે રવાના થશે અને બીજા દિવસે સુરત પહોંચશે. બીજી ટ્રેન 23 જાન્યુઆરીના રોજ સુરતથી 23.50 વાગે રવાના થશે અને બીજા દિવસે બપોરે 13.35 વાગે મદાર પહોંચશે. તેવીજ રીતે આ ટ્રેન મદારથી 24 જાન્યુઆરીના રોજ બપોરે 15.40 વાગે રવાના થશે અને બીજા દિવસે સવારે 5.40 વાગે સુરત પહોંચશે. અમદાવાદ-અમજેર એક્સપ્રેસ 23 તારીખે અમદાવાદથી સવારે 10.05 વાગે રવાના થશે અને તેજ દિવસે સાંજે 18.45 વાગે અજમેર પહોંચશે અને 8 વાગે ત્યાંથી રવાના થશે.

કરજણ પાસે નોન ઇન્ટરલોકિંગનું કામ હોવાથી 9 પેસેન્જર ટ્રેન આજે રદ્દ
સુરત: ભરૂચ-વડોદરા વચ્ચે મિયાગામ કર્જન પાસે નોન ઇન્ટરલોકિંગનું કામ હોવાથી પશ્ચિમ રેલવેએ 21 અને 22 મી જાન્યુઆરીના રોજ 9 પેસેન્જર ટ્રેન રદ્દ કરવાની જાહેરાત કરી છે.

રેલવેના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, વડોદરા-સુરત મેમુ 21 અને 22 જાન્યુઆરીના રોજ.સુરત-વડોદરા મેમુ 21 અને 22 જાન્યુઆરીના રોજ, આણંદ-ભરૂચ 21 જાન્યુઆરીના રોજ, ભરૂચ આણંદ 22 જાન્યુઆરીના રોજ,વડોદરા-ભરૂચ મેમુ 21 અને 22 જાન્યુઆરીના રોજ, ભરૂચ-વડોદરા 21 અને 22 જાન્યુઆરીના રોજ,સુરત-વડોદરા 21 અને 22 જાન્યુઆરીના રોજ,વલસાડ-વડોદરા મેમુ 21 અને 22 જાન્યુઆરીના રોજ તથા વડોદરા-વલસાડ મેમુ 21 અને 22 જાન્યુઆરીના રોજ રદ્દ રહેશે. 21 જાન્યુઆરીના રોજ રામનગર-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ મિયાગામ રેલવે સ્ટેશન પર 50 મિનિટ રેગ્યુલેટ કરાઈ છે તથા હરિદ્વાર-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ 50 મિનિટ રેગ્યુલેટ કરાઈ છે. 22 જાન્યુઆરીના રોજ રામચંદ્રન સેન્ટ્રલ-અમદાવાદ એક્સપ્રેસ મિયાગામ સ્ટેશને 55 મિનિટ રેગ્યુલેટ કરાઈ છે. ઉપરાંત રેવા એકતાનગર એક્સપ્રેસ 45 મિનિટ તથા બાંદ્રા ટર્મિનસ- શ્રી માતા વૈષ્ણો દેવી કટરા એક્સપ્રેસ 30 મિનિટ રેગ્યુલેટ કરાઈ છે.

Most Popular

To Top