Vadodara

શિક્ષિકાને લાફા ઝિંકનાર એઝાઝ કૂકડો બની ગયો

વડોદરા : શહેરના યાકુતપુરા નાકા પાસે મોપેડ સવાર શિક્ષિકાએ એઝાઝ નામના ઈસમને ફક્ત તુ વચ્ચે કેમ ઘુસે છે તેમ જણાવતા એઝાઝે ઉશ્કેરાઈને શિક્ષિકાને લાફા અને મુક્કા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સમગ્ર મામલે સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે એઝાઝને પકડી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
શહેરના દાંડીયાબજાર અલંકાર એપાર્ટમેન્ટમાં રહેતા સોનીયાબેન રાજેશભાઈ પંજાબી(ઉ.વ.43) વારસીયા ખાતે હરીસેવા ઈંગલીશ મીડિયમમાં શિક્ષિકા તરીકે નોકરી કરે છે.

તેઓએ સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, શનિવારે હરીસેવા સ્કુલેથી મોપેડ ઉપર ઘરે જવા નીકળી હતી. યાકુતપુરા નાકા પાસે આવતા એક મોપેડ ચાલક દરગાહના કટ પાસેથી અંદર ઘુસતા મે તે ચાલકને તુ વચ્ચે કેમ ઘુસે છે? તેમ કહેતા તેણે ઉશ્કેરાઈને મને ગાળો બોલી બે-ત્રણ લાફા મારી દિધા હતા. જેથી મને નાકમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. આ ઉપરાંત તેને મને પેટના ભાગે મુક્કા પણ માર્યા હતા. તેમજ ઉપરાંત તે ઈસમે “હું કોણ છું? તુ મને ઓળખતી નથી તને જાનથી મારી નાખીશ” તેવી ધમકી આપી હતી. ઉપરોક્ત ફરિયાદના આધારે સીટી પોલીસે ગણતરીના કલાકોમાં એઝાઝ ઉર્ફે અગ્ગો ઉર્ફે બોબદો રહેમાનમિયા ઉર્ફે રમેઝ શેખ(રહે,ભોયવાળા, ચાંપાનેર)ને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

વિજય શાહનો એઝાઝને ઓળખવાનો ઈનકાર
એઝાઝના ભાજપના કેટલાય નેતાઓ જેમકે કેતન ઈનામદાર,રાજ્યના મંત્રી મનીષાબેન વકીલ સહિતનાઓ સાથે ફોટો છે. ભાજપના કાર્યક્રમોમાં પણ હાજર રહેતો હતો. તેમ છતાં શહેર ભાજપ પ્રમુખે તેને ઓળખવાનો ઈનકાર કરી દીધો હતો. આ મામલે શહેર ભાજપ પ્રમુખ વિજય શાહે જણાવ્યુ હતુ કે, આવો કોઈ કાર્યકર ભાજપમાં છે તેવું ખ્યાલમાં નથી અને ચોક્કસથી જો આવો કોઈ કાર્યકર હશે તો તેની સામે કાર્યવાહી કરાશે.

ગુનો કર્યા બાદ મને લાફા મારોનું રટણ
એઝાઝે જેવા આરોપીને પ્રોત્સાહન ન મળે તેમજ સમાજમાં એક દાખલો બેસે તેને લઈ પોલીસ દ્વારા એઝાઝનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં તેને કુકડો બનાવાયો હોય અને ઉઠક બેઠક કરાવી હતી. એઝાઝે શિક્ષિકાના પગે પડી, હાથ જોડીને, માફી માંગું છું દો લપ્પડ મારોના, દો લપ્પડ, મેરી બહેને હૈ, મેરી ગલટી હૈ કહી પોતાને લાફો મારવા આજીજી કરતો જણાયો હતો”.

Most Popular

To Top