વડોદરા : વડોદરા શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારને પીવાનું પાણી પૂરું પાડતાં વડોદરાના દીર્ઘ દ્રષ્ટા રાજવી સયાજીરાવ ગાયકવાડે જેતે સમયે બનાવેલ આજવા સરોવરના 62 દરવાજાના મેન્ટેનન્સની કામગીરી આજથી શરૂ કરવામાં આવી છે. જે 35થી 40 દિવસ સુધી ચાલશે. વડોદરા શહેરમાં પૂર્વ અને દક્ષિણ વિસ્તારને પાણી પૂરું પાડવાનું આયોજન સયાજીરાવ ગાયકવાડ સમયમાં થયું હતું જેમાં આજવા ખાતે અને પ્રતાપપુરા ખાતે બે સરોવર બનાવવામાં આવ્યા હતા જેમાં પ્રતાપપુરા સરોવરનું પાણી ભરાય તે ચેનલ દ્વારા આજવા સરોવર માં ઠલવાય તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી અને આજવા સરોવર બાર માઈલના ઘેરાવામાં બનાવ્યું હોવાથી અને તેની પાણીના સંગ્રહની ક્ષમતા પણ 214 ફૂટ સુધી રાખવાનું આયોજન કર્યું હતું.
આજવા સરોવરને 110 વર્ષ જેવો સમય થઈ ગયો છે દરમિયાનમાં તેનું માટી નો પાળો હોવાથી સાત વર્ષ પૂર્વે તેમાં લીકેજ થતાં તેનું મજબૂતીકરણ નું કામ પણ કરવામાં આવ્યું હતું એટલું જ નહીં પ્રતાપપુરા સરોવરના ભાડામાં ભંગાણ પડવાને કારણે હાલમાં પાણીનો જથ્થો એકત્ર કરતો નથી.આજવા સરોવર માંથી ચોમાસા દરમિયાન તળાવ છલકાય અને તે પાણી વિશ્વામિત્રીમાં છોડવા માટે 62 દરવાજા ખોલવાની પદ્ધતિ અમલમાં છે જેને ધ્યાનમાં રાખી દરવાજા માં કોઈ તકલીફ પડે નહીં તેને ધ્યાનમાં રાખી દર બે વર્ષે 62 દરવાજાનું મેન્ટેનન્સનું કામ કરવામાં આવે છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોઈપણ પ્રકારનો કોન્ટ્રાક્ટ આપ્યા વિના ડિપાર્ટમેન્ટ દ્વારા સમારકામ કરવામાં આવતું હોય છે.
આજવા સરોવરના 62 દરવાજાના આજથી શરૂ થયેલા સમારકામ અંગે એન્જિનિયર જ્યોતિષ ભાઈ પટેલ જણાવ્યું હતું કે કોર્પોરેશન દ્વારા દર બે વર્ષે આજવા સરોવરના 62 દરવાજાનું મેન્ટેનન્સ કરવામાં આવે છે અને આ કામગીરી 35થી 40 દિવસ સુધી ચાલશે અને ચોમાસા પહેલા પૂર્ણ કરવામાં આવશે જેથી ચોમાસામાં સરોવરમાં પાસની ની જથ્થો વધવાથી પાણીછોડવાની કામગીરીમાં કોઈ મુશ્કેલી સર્જાય નહિ. વરસાદી પાણીનો સંગ્રહ કરતું આજવા સરોવર માં એક નિર્ધારિત લેવલ સુધીજ વરસાદી પાણીનો સંગ્રહ કરવામાં આવે છે. જયારેતેની ક્ષમતા કરતા વધુ લાણીની આવક થાય ત્યારે આજવા સરોવરના દરવાજા ખોલી નાખવામાં આવે છે. જે માંથી નીકળેલું પાણી પ્રતાપપુરા સરોવર સહિત જળાશયોમાં અને વિશ્વામિત્રી નદીમાં વહી જાય છે. જો આમ કરવામાં ન આવે તો આજવા સરોવર ફાટી જાય તેથી અમુક લેવલ બાદ 64 દરવાજામાંથી પાણી છોડવામાં આવે છે.