નવી દિલ્હી: એરટેલ (Airtel) પોતાના ગ્રાહકો (Customere) માટે વિશેષ સુવિધાઓ લઈને આવી રહ્યું છે. દિલ્હી એનસીઆરમાં (Delhi NCR) એરટેલના કેટલાક પસંદ કરેલા ગ્રાહકો માટે જ આ સુવિધા ઉપલ્બધ કરવામાં આવશે. એરટેલ ગ્રાહકો માટે ‘એરટેલ એક્સ-સેફ’ નામની (Airtel X-Safe) નવી સ્માર્ટ હોમ મોનિટરિંગ (New smart home monitoring) સેવાનું પરીક્ષણ કરવા જઈ રહી છે. જો કે, આ સેવા ગ્રાહકોને ઉપલ્બધ કરાવવા પહેલાથી જ પરીક્ષણ શરૂ કરી દેવામાં આવ્યું હતું. આ સેવા માટે ગ્રાહક મહિને 99 અથવા તો વર્ષના 999 રૂપિયાનું રિચાર્જ (Recharge) કરાવી આ સુવિધાનો લાભ લઈ શકાશે. અત્યારે આ સેવા ફક્ત પસંદગીના Airtel Xstream Fiber ગ્રાહકોને જ આપવામાં આવી રહી છે.
- ગ્રાહક મહિને 99 અથવા તો વર્ષના 999 રૂપિયાનું રિચાર્જ (Recharge) કરાવી આ સુવિધાનો લાભ લઈ શકાશે.
- અત્યારે આ સેવા ફક્ત પસંદગીના Airtel Xstream Fiber ગ્રાહકોને જ આપવામાં આવી રહી છે.
- એરટેલ એક્સ-સેફ દ્વારા ઓફર કરાયેલા તમામ કેમેરા વાઇ-ફાઇ સપોર્ટ છે, તેથી ઘરે ફાઇબર બ્રોડબેન્ડ કનેક્શન કેમેરાને કાર્યરત રાખશે
એરટેલ ગ્રાહકોને તેમની જરૂરિયાતોને આધારે વધારાના ખર્ચે ત્રણ અલગ-અલગ કેમેરા (Camera) પ્રદાન કરશે. એરટેલ એક્સ-સેફ (Airtel X-safe) સેવા હેઠળ ગ્રાહકો એરટેલ પાસેથી કેટલા કેમેરા ખરીદી શકે તેની કોઈ મર્યાદા નથી. એટલે કે હવે એરટેલે એક નવા બિઝનેસમાં પગ મૂકવા જઈ રહ્યો છે, આ નવા બિઝનેસમાં એરટેલ તમારા ઘરની પણ દેખરેખ રાખશે. એટલે કે, તમને ઈન્ટરનેટ (Internet) આપવાની સાથે, તમારા ઘરની સુરક્ષા (home security ) માટે એરટેલ દ્વારા તમને સેવા પણ આપવામાં આવશે.
એરટેલ એક્સ-સેફ દ્વારા ઓફર કરાયેલા તમામ કેમેરા વાઇ-ફાઇ સપોર્ટ છે, આનો અર્થ એ છે કે ઘરે ફાઇબર બ્રોડબેન્ડ કનેક્શન તમારા કેમેરાને હંમેશા કાર્યરત રાખશે. આ ઉપરાંત, કેમેરા 30 મીટર સુધી નાઇટ વિઝનને પણ સપોર્ટ કરે છે. આ સિવાય એ પણ બહાર આવી રહ્યું છે કે આ કેમેરા તમને એડવાન્સ કમ્પ્રેશનની સાથે H.265 ફોર્મેટમાં પિક્ચર્સ અને વીડિયો પ્રદાન કરશે. જો કે આટલું જ નહીં, તમને પ્રાઈવસી મોડ પણ મળી રહ્યો છે, આ સિવાય કેમેરા IP67 રેટેડ છે, તે સમજી શકાય છે કે તે કોઈપણ હવામાનમાં કામ કરવા સક્ષમ છે, એટલે કે તેના પર હવામાનની કોઈ અસર નથી. એટલું જ નહીં, ગ્રાહકો ઇનડોર અને આઉટડોર એમ બંને કેમેરામાંથી પસંદગી કરી શકે છે.
કેમેરા દ્વારા લેવાયેલા તમામ ફૂટેજ લાંબો સમય માટે સ્ટોર રહેશે
હવે તમે સ્વાભાવિક રીતે જ વિચારી રહ્યા હશો કે કેમેરા ફૂટેજ ક્યાં સેવ થવા જઈ રહ્યા છે. તો તમને જણાવી દઈએ કે આ ડેટા એટલે કે કેમેરા દ્વારા લેવાયેલ તમામ ડેટા એટલે કે વીડિયો અને ઈમેજ વગેરે એરટેલ ક્લાઉડમાં સ્ટોર કરવામાં આવશે. જે ગ્રાહકો તેમની મોબાઈલ એપ પરથી ગમે ત્યારે અને ગમે ત્યાં મેળવી શકે છે. તમે અહીં એક AI અલ્ગોરિધમ પણ જોવા જઈ રહ્યા છો, જેના દ્વારા લોકોને સરળતાથી ઓળખી શકાય છે અને તમને ચેતવણીઓ પણ મોકલી શકાય છે. સૌથી સારી વાત એ છે કે બહુવિધ લોકો એક સાથે તેમના પોતાના ઉપકરણો વગેરેમાંથી કેમેરાને એક્સેસ કરી શકે છે અને તેને નિયંત્રિત કરી શકે છે. જો કે, આનો લાભ લેવા માટે, એરટેલ વાયરલાઇનના ગ્રાહકોએ કેમેરા રેન્જ માટે એક વખતનો ખર્ચ અને ક્લાઉડ સ્ટોરેજ માટે માસિક સબ્સ્ક્રિપ્શન ચૂકવવું પડશે.