Business

એરટેલે ભારતના 8 શહેરોમાં 5જી સેવા શરૂ કરી

નવી દિલ્હી : ભારતમાં હાઇસ્પીડ ઇન્ટરનેટનો વ્યાપ વધે તે માટે વિતેલા સપ્તાહમાં ગુરુવારથી દેશમાં 5જી ઇન્ટરનેટ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેના માટે એરટેલ કંપની સંપૂર્ણ રીતે સજ્જ હતી. શરૂઆતના તબક્કામાં એરટેલે દેશના પાંચ મોટા શહેરમાં 5જી સર્વિસની શરૂઆત કરી દીધી છે. એરટેલે દિલ્હી, મુંબઇ, ચેન્નાઇ, હૈદરાબાદ, બેંગ્લોર અને સિલીગુડીમાં 5જીની સેવા શરૂ કરી દીધી છે. એટલું જ નહીં નાગપુર અને વારાણસીના વપરાશકારો પણ આ સેવાનો લાભ ઉઠાવી શકશે. 5જીના વપરાશ માટે ડિવાઇઝ સક્ષમ હોય તેઓ આ લાભ મેળવી શકશે અને સૌથી મોટી વાત તો એ છે કે, એરટેલના ગ્રાહકો કોઇપણ જાતના વધારાના ચાર્જ વગર જૂના ડેટા પ્લાન ઉપર જ આ સેવાનો લાભ લઇ શકશે. ભારતના અન્ય ભાગોમાં ધીરે ધીરે આ સેવાનો વ્યાપ વધારવાનો એરટેલનો પ્લાન છે.

1 ઓક્ટોબરથી દેશમાં શરૂ થઇ હતી 5જી સેવા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 1 ઓક્ટોબરે દેશમાં પજી ટેલિફોની સેવાનો આરંભ કરાવ્યો હતો જે મોબાઇલ ફોન્સ પર અલ્ટ્રા હાઇ સ્પીડ ઇન્ટરનેટ પુરી પાડે છે. આ સેવા લોન્ચ કરતી વખતે મોદીએ કહ્યું હતું કે આ સાથે એક નવા યુગનો આરંભ થયો છે અને તે તકોનું એક અમાપ આકાશ પુરુ પાડે છે. ફીફ્થ જનરેશન અથવા પજી સેવાઓ આજે દેશના બીજા ક્રમના ટેલિકોમ સર્વિસ ઓપરેટર ભારતી એરટેલે દિલ્હી, મુંબઇ, વારાણસી અને બેંગલુરુ સહિતના દેશના આઠ શહેરોમાં શરૂ કરવા સાથે આ ઝડપી મોબાઇલ ટેલિફોની સેવાની દેશમાં વિધિવત શરૂઆત થઇ ગઇ હતી. સૌથી વધુ ગ્રાહકો ધરાવતા દેશના ટોચના ઓપરેટર રિલાયન્સ જીઓ આ મહિનામાં કોઇક સમયે ચાર મહાનગરોમાં તેની પજી સેવાઓ શરૂ કરશે. જ્યારે ત્રીજા ક્રમના ઓપરેટર વોડાફોન આઇડીયાએ તેની5જી સેવા શરૂ કરવા માટે હજી કોઇ સમયસીમા આપી નથી. ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ(આઇએમસી)૨૦૨૨ ખાતે પ-જી સેવાઓ શરૂ કરાવતા મોદીએ કહ્યું હતું કે આજે વિશ્વના પાંચમા ક્રમના અર્થતંત્ર માટે એક ખાસ દિવસ છે. આજે ૧૩૦ કરોડ ભારતીયોને દેશ તરફથી અને દેશના ટેલિકોમ ઉદ્યોગ તરફથી પ-જીના સ્વરૂપમાં એક અદભૂત ભેટ મળી રહી છે એમ કહેતા તેમણે વધુમાં કહ્યું હતું કે પજી એ એક નવા યુગનો ઉદય છે. પજી એ તકોના અસીમ આકાશની શરૂઆત છે એમ મોદીએ કહ્યું હતું.

દેશમાં ત્રણ મોટી કંપની માર્કેટ કબજે કરવા મેદાનમાં
વડાપ્રધાન મોદીએ5જી સેવા વિધિવત રીતે લોન્ચ કર્યા બાદ દેશની ત્રણેય મોટી ટેલિકોમ ઓપરેટર કંપનીઓએ ભારતમાં પજી ટેકનોલોજીની તકો દર્શાવવા એક-એક યુઝ કેસનું પ્રદર્શન કર્યું હતું. રિલાયન્સ જીઓએ મુંબઇની એક શાળાના શિક્ષકને મહારાષ્ટ્ર, ગુજરાત અને ઓડિશાના ત્રણ જુદા જુદા સ્થળોના વિદ્યાર્થીઓ સાથે લાઇવ સંવાદ કરાવ્યો હતો. વોડાફોન આઇડીયાએ દિલ્હી મેટ્રોની બાંધકામ હેઠળની એક ટનલમાં કામદારોની સુરક્ષાનું પ્રદર્શન ડાયસ પર ડિજિટલ ટ્વીનની રચના સાથે કરાવ્યું હતું. વડાપ્રધાને પોતે મંચ પરથી આ ટનલમાં ચાલતી કામગીરીની રિઅલ ટાઇમ નિરીક્ષણ કર્યું હતું અને ટનલમાંના એક કામદાર સાથે વાતચીત પણ કરી હતી. જ્યારે એરટેલના ડેમોમાં ઉત્તર પ્રદેશના દાનકૌરના વિદ્યાર્થીઓએ વર્ચ્યુઅલ રિયાલીટી અને ઓગમન્ટેડ રિયાલીટી વડે સોલાર સિસ્ટમ વડે શીખવાનો અનુભવ લીધો હતો.

Most Popular

To Top